કાલોલની સેટકો કંપનીમા ૧૧ કામદારોને છુટા કરાતા ભારે હોબાળા બાદ સમાધાન

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ હાલોલ હાઈવે પર આવેલ ગુજરાત સેટકો ક્લચ નામની કંપની મા સોમવારે સવારે કોન્ટ્રાક્ટ પર નાં ૧૧ જેટલા કામદારોને છુટા કરતા તમામ કામદારો મોટી સંખ્યામાં ગેટ પાસે એકઠા થયા હતા અને ભારે અસંતોષ વ્યક્ત કરી મેનેજમેન્ટ સામે આક્ષેપ કર્યા હતા જોકે કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ ને મામલાની જાણ થતા પોતાના પ્રતિનિધિઓ મોકલ્યા હતા ઉપરાંત પંચમહાલ કરણી સેના ના પ્રમુખ પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા કામદારોએ મેનેજમેન્ટ ના કેટલાક ઈસમો ગંદી ગાળો બોલતા હોવાનું તેમજ કેન્ટીનની સુવિધા તથા સેફ્ટી શૂઝ આપવા અને કામદારોના વાહનો ગેટ ની અંદર મુકાવવા ઉપરાંત અસમાન વેતન, મીનીમમ વેજીસ જેવા મુદ્દે ઉગ્ર રજૂઆતો કરી હતી હાજર રહેલા કાલોલ નગર પાલિકા માજી પ્રમુખ ગોપાલભાઈ પંચાલ તથા કાલોલ તાલુકા પંચાયત સદસ્ય ઉપેન્દ્રસિંહ ચાવડા અને કાતોલ નાં માજી સરપંચ ગુણવંતસિંહ તથા કરણી સેના ના નરેદ્રસિંહે વાટાઘાટો કરી તમામ મુદ્દે સમાધાન કરાવતા તમામ કામદારો ફરજ પર હાજર થયા હતા અને છુટા કરાયેલ ૧૧ કામદારોને પણ હાજર કરેલ. વધુમા ગાળો બોલનાર ઈસમો એ માફી માગી લીધી હતી આમ કાલોલ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ નો મધ્યસ્થતા થી સ્થાનિક આગેવાનોએ કામદારોનો પ્રશ્ન હલ કરતા સમસ્ત કામદાર આલમમાં આનંદની લાગણી વ્યાપી ગઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here