કાલોલના ખંડેવાળ ગામમાં નજીવી બાબતે મારામારી કરનાર બે જૂથોની સામે ફરિયાદ પોલીસે તપાસ શરૂ કરી

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલ તાલુકાના મંદિર ફળિયા ખાતે છોકરાઓને સાયકલ રમતા રમતા પડી જવા બાબતે સામાન્ય બાબતની બોલાચાલી બાદ તેની અદાવત રાખી મારામારી કરનાર જાહેરનામાનો ભંગ બદલ, જાન થી મારી નાખવાની ધમકી આપતા સામસામી ફરિયાદ થઇ હોવાનું જાણવા મળેલ છે. કાલોલપોલીસ મથકે રામુભાઈ અંદરભાઈ રાઠોડ દ્વારા (૧)અરવિંદસિંહ અંદરસીહ રાઠોડ (૨)શાંતાબેન બળવંતભાઈ રાઠોડ (૩)જયદીપભાઇ બળવંતભાઈ ગોહિલ (૪)વિષ્ણુભાઈ અરવિંદભાઈ સામે બળવંતસિંહ ને લાકડી વડે કમરના ભાગે મારવા તથા સતીશ ને બરડાના ભાગે વિષ્ણુભાઈ દ્વારા લાકડી મારવા અલ્પેશ ને પગના પંજામાં લાકડી વડે માર મારવા અને શાંતાબેન દ્વારા હીરાબેન ને ગદડા પાટુ નો માર મારવાબદલની ફરિયાદ નોંધાવી છે. તો સામે પક્ષે અરવિંદસિંહ અંદરસિંહ રાઠોડે (૧)રામુભાઈ અંદરભાઈ રાઠોડ(૨) અલ્પેશભાઈ રામુભાઈ રાઠોડ (૩) સતિષભાઈ રામુભાઈ રાઠોડ (૪)હીરાબેન રામુભાઈ રાઠોડ વિરુદ્ધ લાકડીઓ વડે રામુભાઈ દ્વારા બરડાના ભાગે લાકડી મારી તથા જયદીપ ભાઈને જમણા પગના પંજાના ભાગે લાકડી વાળી ઈજા કરતા અને વિષ્ણુ ભાઈને બોચી ના ભાગે અને છાતીના ભાગે લાકડી મારી ઈજાઓ કરતા હીરાબેને શાંતાબેનને ગદડા પાટુ નો માર મારતાં ઈજાઓ કરી હોવાની આમ બે અલગ અલગ ફરિયાદ નોંધાવતા પોલીસે બંનેની ફરિયાદો લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here