પૂરઝડપે અને ગફલતભરી રીતે મોટરસાયકલ હંકારી અન્ય મોટરસાયકલ ચાલક અને પાછળ બેઠેલાને પાડી દઈ ઈજાઓ કરતા પોલીસ ફરિયાદ

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

ઘોઘંબા તાલુકાના ધનેશ્વર ગામના પટેલ ફળિયામાં રહેતા બળવંતસિંહ બારીયા દ્વારા કાલોલ પોલીસ મથકમાં અજાણ્યા મોટરસાયકલ ચાલક જીજે ૧૭ એજી ૩૬૫૬ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી ફરિયાદ ની વિગતો મુજબ કલ્પેશભાઈ દિનેશભાઇ પરમાર તથા તેની સાથે અશ્વિનભાઈ ગુલાબભાઈ ચાવડા મોટરસાયકલ નંબર જીજે ૧૦ એએલ ૬૩૦૮ ઉપર બેસીને ગત તારીખ ૨૮/૦૯ ના રોજ મધવાસની ઈનોરંસ કંપની માં નોકરી પર જતા હતા ત્યારે મસવાડ પસાર કરીને મધવાસ જીઆઇડીસીના રસ્તે મધવાસ ગામ તરફ જતા હતા ત્યારે સાંજના સાડા સાત વાગ્યે નાવરીયા તરફ જવાના રસ્તે વળાંક ઉપર સામેથી એક મોટરસાઇકલ ચાલક તેની મોટરસાઈકલ પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી ને કલ્પેશ ની મોટર સાયકલને અથડાવીને અકસ્માત કરતા કલ્પેશ અને પાછળ બેઠેલ અશ્વિન નીચે પડી ગયેલ અશ્વિન ને પગમાં ઢીંચણ ના ભાગે તેમજ શરીરે ઈજાઓ થઈ હતી તેમજ કલ્પેશને મોઢાના ભાગે તેમજ શરીરના ભાગે ઇજાઓ થતા ૧૦૮ મારફતે હાલોલ સરકારી દવાખાનામાં દાખલ કરેલા કલ્પેશને મોઢાના ભાગે વધુ વાગેલ હોવાથી વડોદરા ખાતે રીફર કરેલ હોવાનું જાણવા મળેલ આ બાબતની કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે મોટરસાયકલ નંબરને આધારે અજાણ્યા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી જેની વધુ તપાસ મલાવ બીટ જમાદાર પર્વતસીહ સોલંકી ચલાવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here