મોટરસાયકલ ચોરી કરનાર અજાણ્યા ઇસમ સામે વેજલપુર પોલીસ મથકે ફરિયાદ

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

વેજલપુર સર્વિસ સ્ટેશનની બાજુમાં રબારીવાસ ખાતે રહેતા નિવૃત્ત કર્મચારી મહેન્દ્રભાઈ અંબાલાલ પટેલ ની હીરો કંપની ની એચ એફ ડીલક્ષ મોટર સાયકલ જેનો નંબર જીજે ૧૭ બીએલ ૮૭૬૯ ગત તા ૨૧/૦૯ ના રોજ રાત્રીના પોતાના ઘરની નજીકમાં ઓટલા ઉપર લોક મારીને મુકેલ રાત્રે સાડા આઠ વાગ્યાના સુમારે ટીવી જોયા બાદ મોટરસાયકલ જોવા મળેલ ત્યારબાદ બીજા દિવસે સવારે 6:00 કલાકે મોટરસાયકલ ઘરના ઓટલા પાસે જોવા મળી નહીં જેથી તેઓએ આસપાસના વિસ્તારોમાં મોટરસાયકલ ની તપાસ કરતા મોટરસાયકલ મળી આવેલ ન હતી અંતે વેજલપુર પોલીસ મથકે મોટરસાયકલ ચોરાયાની ફરિયાદ આપતા પોલીસ દ્વારા રૂ ૩૫,૦૦૦/ ની મોટર સાયકલ ચોરાયાની ફરિયાદ નોંધી અજાણ્યા ચોર ઇસમ સામે મોટરસાયકલ ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ પીએસઆઇ એન.એમ રાવતે હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here