કાલોલનાં ઈન્દીરા નગર તળાવ વિસ્તારના છ મકાનો પાલિકાએ તોડી પાડ્યા. પાલિકા અને સ્થાનિકો આમને સામને…

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ તળાવ વિસ્તાર ના આસપાસ ઈન્દિરા નગર વસાહત નાં નામે પાકા મકાનો આવેલ છે ચોમાસા દરમિયાન વરસાદી પાણી તળાવ વિસ્તાર માં આવતા હોવાથી દર વર્ષે આ વિસ્તારમાં પાણી ભરાવા નો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. અને આ વિસ્તારના લોકો ને ચોમાસામાં સ્થળાંતર કરવુ પડે છે. ભુતકાળ મા આ બાબત કલેક્ટર કચેરી થી લઈ કોર્ટ સુઘી પહોચી છે. ઘણી વખત ભરાયેલા પાણીના નિકાલ કરવા અને નહિ કરવા એમ બે પરસ્પર વિરોધી મત ધરાવતા નાગરીકો અને સ્થાનીક નેતાઓ વચ્ચે આ બાબતે મતભેદો પણ બહાર આવેલ છે. હાલ છેલ્લા બે વર્ષથી સરકાર દ્વારા કાલોલ તળાવ બ્યુટી ફિકેશન માટે ની યોજના મંજુર થયેલ છે અને તેનો સર્વે પણ થઈ ગયો છે ત્યારે તળાવ વિસ્તાર ના છ થી સાત પાકા મકાનો નગરપાલિકાએ તોડી પાડતા આ મકાન માલિકો અને તેમના વારસદારો પાલિકા, પોલીસ અને કલેકટર કચેરીએ રજુઆત કરવા પહોંચ્યા હતા. તેઓ પાસે જેતે સમય ની કાલોલ નગર પંચાયત ની સનદ હોવાનુ તથા તમામ વેરાઓ ભરતા હોવાનુ જણાવી પાલિકાએ તળાવ બ્યુટી ફીકેશન ના નામે તેઓના મકાનો તોડી પાડ્યા છે જેની લેખીત રજુઆત કલેક્ટર કચેરી ખાતે કરવામાં આવી છે.

પાલિકાએ કોઈ પણ પ્રકારની નોટિસ આપ્યા વગર અમારા મકાનો તોડી પાડ્યા છે અમે ૧૯૮૧ થી અહીંયા વસવાટ કરી રહ્યાં છીએ અમારી પાસે સનદ પણ છે પાલિકા મા રજુઆત કરી તો તમારી સનદ બોગસ છે તેવું જણાવી રહ્યા છે. હિતેશ પરમાર તથા કમલેશ જોશી અને યોગેશ મકવાણા. સ્થાનિકો.*
*વોટર બોડી ની નજીક કોઈ બાંધકામ હોવુ ન જોઈએ એવી સુપ્રિમ કોર્ટે ની ગાઈડ લાઈન છે જે મકાનો તોડ્યા તેમની સનદ તપાસ નો વિષય છે. જેતે સમયે આપેલ સનદ તાલુકા પંચાયતે આપી છે પણ તાલુકા પંચાયત ને નગર પંચાયત વિસ્તારમા  સનદ આપવાની કોઈ સત્તા નથી. આપેલ સનદ માં કોઈ ખૂટ દર્શાવેલ નથી. કાલોલ નગરપાલિકાએ સાચી કાર્યવાહી કરી છે.હિરલબેન ઠાકર ચીફ ઓફિસર કાલોલ નગરપાલીકા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here