નસવાડી નટવર નગર સોસાયટી નજીક અસામાજિક તત્વો દ્વારા હજારોની સંખ્યામાં દેશી દારૂની પીવાય ગયેલ ખાલી પોટલીઓ નાખવામાં આવતા સ્થાનિક રહીશોમાં રોષ

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

નસવાડી નગરમાં પોલીસ સ્ટેશનથી આશરે ૩૦૦ થી ૪૦૦ મીટરના અંતરે ઇન્ડિયન ગેસ એજન્સી ની સામે ૧૦૦ મીટરના અંતરે હજારોની સંખ્યામાં પીવાય ગયેલ દારૂની ખાલી પોટલીઓ જોવા મળી છે જેથી નજીકના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે જે જગ્યાએ દારૂની ખાલી પોટલીઓ નાખવામાં આવે છે તે જગ્યાએથી લોકોના ખેતરોમાં જવાનો રસ્તો આવેલ છે અને ખેડૂતોની અવરજવર રહે છે નસવાડી પોલીસ સ્ટેશનથી નજીકના વિસ્તારમાં દેશી દારૂની ખાલી પોટલીઓ મળી આવતા પોલીસ તંત્ર પણ અજાણ છે.
આ દારૂની ખાલી પોટલીઓથી સ્થાનિક રહીશોમાં રોષ જોવા મળ્યો છે ખાસ કરીને લોક ચર્ચાનો વિષય એ બન્યો છે કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં આ દેશી દારૂની પીવાય ગયેલ ખાલી પોટલીઓ જે છે એ ક્યાંથી આવી ?
નસવાડી નગર ખાતે લોક ચર્ચાનો વિષય બન્યો છે કે હાલ તો આ ખાલી પોટલીઓનો નાશ થાય એવી સ્થાનિક રહીશો આશા રાખી રહ્યા છે આ પીવાય ગયેલ દેશી દારૂની ખાલી પોટલીઓની દુર્ગંધ સાંજના સમયથી આખી રાત આવતી હોય છે જેનાથી નજીકના રહીશો હેરાન પરેશાન થઈ ગયા છે અને વહેલી તકે આ દારૂની ખાલી પોટલીઓનો નાશ થાય અને આજ પછી કોઈ પણ દારૂની ખાલી પોટલીઓ ખાલી બોટલો આ જગ્યાએ ફેંકે નહી તેવી ગ્રામજનોની માંગ ઉઠી છે. નસવાડી તાલુકામાં દેશી દારૂના અડ્ડાઓ ધમધમતા ચાલતા હોવા છતાં પણ પોલીસ તંત્ર નિષ્ક્રિય છે તેવી લોક ચર્ચાઓ નસવાડી ખાતે ચાલી રહી છે અસામાજિક તત્વ દ્વારા મોટી સંખ્યામાં દારૂની પીવાય ગયેલી ખાલી પોટલીઓ એક જ જગ્યા ઉપર જોવા મળી આવી એ પણ ચર્ચાનો વિષય છે લોકો પૂછી રહ્યા છે કે શું નસવાડી ની આ જગ્યાની નજીક જ દેશી દારૂના અડ્ડાઓ ચાલે છે ? હાલ જોવાનું એ રહ્યું કે પોલીસ વિભાગ દ્વારા આના ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે પછી ભીનું સંકેલાશે ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here