કવાંટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહીબીશનના ગુનાના કામે છેલ્લા પાંચ વર્ષથી નાશતા ફરતા આરોપીને પકડી પાડતી કવાંટ પોલીસ

કવાંટ, (છોટાઉદેપુર) સકીલ બલોચ :-

સંદીપ સિંહ પોલીસ મહાનિરિક્ષક વડોદરા રેન્જ તથા ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક નાઓની સુચના અને માર્ગદર્શન આધારે કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવિઝન નાઓ તથા સર્કલ પો.ઇન્સ વિ.એસ.ગાવિત છોટાઉદેપુર સર્કલ ના સંકલનમાં રહી નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા સુચનાઓ કરેલ હતી, જે અનુસંધાને પો.સ.ઇ. સી.એમ.ગામીત કવાંટ પોલીસ સ્ટેશન નાઓએ પોસ્ટમાં નોંધાયેલ ગુનાના નાશતા ફરતા/લાલ શાહીમાં બતાવેલ આરોપીઓને પકડી પાડવા સારૂ અલગ અલગ ટીમો બનાવેલ હતી તેમજ અંગત બાતમી દારો ઉભા કરેલ હતા અને આજ રોજ પો.સ.ઇ. સી.એમ.ગામીત નાઓને ટેકનીકલ અને હ્યુમન સોર્સીસ આધારે આધારભુત માહિતિ મેળવેલ કે કવાંટ પોલીસ સ્ટેશન III ગુ.ર.નં. 102/2018 પ્રોહી કલમ ૬૫ ઈ, ૮૧, ૮૩ મુજબના કામે છેલ્લા પાંચ વર્ષથી નાશતો ફરતો આરોપી કરણસિંહ હિમ્મતસિંહ ડોડવા (હરીજન) રહે. વખતગઢ તા. સોંઢવા જિલ્લો અલીરાજપુર (એમ.પી) નાનો કવાંટ બજારમાં આવેલ હોવાની હકીકત મળતા પો.સ.ઇ. સી.એમ.ગામીત નાઓ સ્ટાફના પોલીસ માણસો સાથે કવાંટ બજારમાં જઈ તપાસ કરતા આરોપી કરણસિહ હિમ્મતસિંહ ડોડવા (હરીજન) ઉવ. ૨૮ રહે. વખતગઢ, હાઇસ્કુલ ફળીયા તા. સોંઢવા જિલ્લો અલીરાજપુર (એમ.પી) નાઓ નસવાડી ચોકડી પાસે હાજર મળી આવતા તેને પકડી પાડી સદરી વિરૂધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. આમ કવાંટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહીબીશનના ગુનાના કામે છેલ્લા પાંચ વર્ષથી પોતાની ઘરપકડ ટાળી નાસતો ફરતો આરોપીને પકડી પાડવામાં કવાંટ પોલીસને સફળતા મળેલ છે. અપકડાયેલ આરોપી તથા તેનો ગુનાહિત ઇતિહાસ:-
કરણસિંહ હિમ્મતસિંહ ડોડવા (હરીજન) ઉવ. ૨૮ રહે. વખતગઢ, હાઇસ્કુલ ફળીયા તા. સોંઢવા જિલ્લો અલીરાજપુર (એમ.પી) (૧) કવાંટ પોલીસ સ્ટેશન III ગુ.ર.નં. 102/2018 પ્રોહી કલમ ૬૫ ઈ, ૮૧, ૮૩ મુજબ
સારી કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારીઓ:- (૧) સી.એમ.ગામીત પોલીસ સબ ઇન્સ્પેક્ટર (૨) વુ.હે.કો. સુમિત્રાબેન વજેસીંગભાઈ (૩) પો.કો. પરેશભાઈ પાંચાભાઈ (૪) પો.કો. ભરતજી ભીખાજી (૫) પો.કો. ભુરાભાઈ વિરદાસભાઈ તમામ નોકરી ક્વાંટ પો.સ્ટે. વિગેરે સાથે રહી કામગીરી કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here