કવાંટ તાલુકાના કરજવાંટ ખાતે ૧૪૫.૩૦ કરોડના ખર્ચે તૈયાર થનાર સબ હેડવર્કસનો સાંસદ સભ્ય ગીતાબેન રાઠવાના હસ્તે ભૂમિ પૂજન કરાયું

ડભોઇ,(વડોદરા) સરફરાઝ પઠાણ :-

આજરોજ ગુજરાત સરકાર પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા મંજૂર કરાયેલ હાફેશ્વર જૂથ પાણી પુરવઠા યોજના સુધારણા પેકેજ (૧/૨) અંતર્ગત કવાંટ તાલુકા ના કરજવાંટ સબ હેડવર્કસ ખાતે ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો જેમાં સાસંદશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં આ પ્રોગ્રામ થયો.જેમાં ઉપસ્થિતિ તાલુકા પ્રમુખ કવાંટ તેમજ તાલુકા સભ્યો અને સરપંચશ્રીઓ તથા પાણી પુરવઠાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. આ હાફેશ્વર પાણી પુરવઠા સુધારણા યોજના થકી કુલ ૧૪૫.૩૦ કરોડના ખર્ચે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ , પાવીજેતપુર તથા બોડેલી તાલુકાના ૧૪૫ ગામો અને આજુબાજુ ના વિસ્તાર તથા ૫૭ પરાઓના નાગરિકો માટે આ યોજના થકી લાભ માળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here