કકડવાણી પ્રા.શાળાના નશામા ધૂત શિક્ષકે રાષ્ટ્રીય મહાસંઘ નસવાડી અધ્યક્ષને મારવા ફરી વળતા મામલો બીચકયો

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

નસવાડી તાલુકામાં શિક્ષક દ્વારા બીજા શિક્ષકને મારી નાખવાની ધમકી આપવામાં આવી છે જેને લઈ શિક્ષક જગતમા દુઃખની લાગણી જોવા મળી રહી છે જેમાં કકડવાણી પ્રા.શાળાના શિક્ષક નશામા હોવાનુ જાણવા મળી રહયુ છે આ બનાવ ત્યારે બન્યો જ્યારે ચૌધરી નિલેશ કુમાર ૧૧:૩૦ કલાકે સવારે ઓફિસમાં આવ્યા હતા જેમાં ૯-૨૦-૩૧ ની શિક્ષકોની કામગીરી અંગે તપાસ અર્થે કુમારશાળા ઓફિસે બેઠો હતો ત્યારે પછી થોડા સમયબાદ કકડવાણી પ્રા.શાળાના શિક્ષક પટેલ હિતેશભાઈ ઓફિસમાં આવી રાષ્ટ્રીય મહાસંઘ નસવાડી અધ્યક્ષ ને જેમ તેમ બોલવા લાગ્યા અને કઈ કહેતા પહેલા મારવા ફરી વડયા અને બીભત્સ વર્તન કરી ગાળો બોલવા લાગ્યા અને શર્ટ નો કોલર પકડી લીધો હતો આ ઘટના ટી.પી.ઈ.ઓ તેમજ શિક્ષકો વચ્ચે બની હતી જેના કારણે અધ્યક્ષના સ્વમાનને ઠેસ પોહચી હતીબ અને અરજીમાં જણાવેલ કે ભવિષ્યમાં કકડવાણી પ્રા.શાળાના શિક્ષક હિતેશ પટેલ દ્વારા નિલેશ કુમારને ધમકી આપવામાં આવેલ છે અને જો કોઈ પણ બનાવ બનશે તો સંપૂર્ણ જવાબદારી પટેલ હિતેશ ની રહેશે અને આ બાબતે સખતમાં સખત કાર્યવાહી કરવા અરજ કરવામાં આવીછે અને આ બનાવની જાણ તાલુકા વિકાસ અધિકારી નસવાડી અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ને કરવામા આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here