શહેરામાં લોકડાઉન દરમ્યાન હોમગાર્ડ સાથે અસભ્ય વર્તન કરનાર અને પત્રકારને માર મારનાર હજુ પણ પોલીસ પકડથી દુરરર…!!

શહેરા,

પ્રતિનિધિ :- ઇમરાન પઠાણ

શહેરા મેઇન બજારમાં લોકડાઉનમાં ફરજ પરના હોમગાર્ડ જવાન સાથે બાઇકચાલક અસભ્ય વર્તન કરી રહ્યો હતો ત્યારે મીડિયાકર્મી વિડિયો ઉતારતા તેને માર માર્યો હતો. પોલીસ મથક ખાતે મીડિયાકર્મીએ ફરિયાદ નોંધાવા છતાં હજુ સુધી પોલીસ હિમાંશુ ઉર્ફે કાનાને પકડી શકી નથી.

શહેરામા પોલીસ સહિત હોમગાર્ડ જવાનો પણ લોકડાઉનમાં ફરજ બજાવી રહ્યા છે જ્યારે મેઇન બજાર વિસ્તારમાં હોમગાર્ડ જવાન નારણ ભાઈ ભેમાભાઈ ચાવડા , જગતસિંહ કાનાભાઈ ખાંટ સહિતના સ્ટાફ પોતાની ફરજ બજાવી રહ્યા હતા. ત્યારે કામ વગર આંટા ફેરા મારતા એક બાઇકચાલકને ઉભો રાખ્યો હતો. જોતજોતામાં બાઇકચાલક હિમાંશુ એ કાના સુમારમલ ખુશલાણીને તેનુ અપમાન થયું હોય તેમ તેને ફરજ પરના હોમગાર્ડ જવાન સાથે અસભ્ય વર્તન કરવાનું શરૂ કરી દીધું હતું. ત્યારે મીડિયા કર્મી દ્વારા તે સમયે વિડીયો ઉતારી રહ્યા હતા. જેને લઇને માથાભારે બાઇકચાલક હિમાંશુ ઉર્ફે કાનો ખુશલાણી ઉશ્કેરાઈને બાઈક પરથી નીચે ઉતરીને મીડિયા કર્મીને માર મારવાનું શરૂ કરી દીધો હતો. એટલી હદ સુધી માર માર્યો કે તે જમીન પર ઢળી પડ્યો હતો. ત્યારબાદ તે ત્યાંથી બાઈક લઈને જતો રહ્યો હતો. શરીરે ગડદાપાટુનો માર મારતાં પોલીસ મથક ખાતે મીડિયા કર્મીએ ફરિયાદ નોંધાવી હતી. શું હિમાંશુ ઉર્ફે કાનો કોઈ મોટા માથાનો તેને સપોર્ટ છે કે પછી કોઈ અધિકારીઓ સાથે તેને ઉઠક બેઠક હોવાથી પોલીસ તેને છાવરી રહી છે કે શું ? પોલીસ ફરિયાદ બાદ પણ પોલીસ હજુ સુધી પોલીસ મથક ખાતે આરોપી બનેલ હિમાંશુ ઉર્ફે કાનાને પકડી શકી નથી. જ્યારે આ માથાભારે હિમાંશુ ઉર્ફે કાનાને ક્યારે પકડી પાડે છે તે જોવું જ રહ્યું..

શહેરામા પોયડા ગામ ખાતે પણ પેપર લઈ જતા ઈકો ગાડીના ચાલકને પણ માર મારવાની ઘટના બની હતી તેમ છતાં હજુ સુધી પોલીસ તેને પકડી શકી નથી ત્યારે નગરના મેઈન બજારમાં ફરીથી મીડિયાકર્મીને ગડદાપાટુનો માર મારવામાં આવ્યો હોવાની ફરિયાદ પણ પોલીસ મથક ખાતે નોંધાયેલ છે ત્યારે પોલીસ દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે તે જોવું જ રહ્યું.

શહેરામા ફરજ પરના હોમગાર્ડ જવાન સાથે અસભ્ય વર્તન કરનાર બાઈકચાલક સામે કડક કાર્યવાહી કરવાની જગ્યાએ પોલીસ તેને પકડી શકી નથી .ત્યારે આ મામલે મીડિયા કર્મી દ્વારા પોલીસ મથક ખાતે સીસીટીવી ફૂટેજ સાથે ફરિયાદ નોંધવામાં આવી છે ત્યારે પોલીસ શુભ મુહૂર્તની રાહ દેખી રહયુ છે કે પછી જિલ્લા પોલીસ વડાના આદેશ બાદ કડક કાર્યવાહી હાથ ધરશે કે શું ? ફરિયાદના કલાકો વીતવા છતાં પોલીસ દ્વારા આરોપીને પકડી ના પાડવામાં આવતા હાલ તો સ્થાનિક પત્રકારોમાં તંત્ર સામે નારાજગી જોવા મળી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here