એલસીબી પોલીસે કાલોલમા ક્રિકેટ મેચનો સટ્ટો રમાડતા બે બુકી ઝડપી સાત સામે ગુનો દાખલ કરાવ્યો

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

એલસીબી પીએસઆઈ ડૉ એમ એમ ઠાકોર પોલીસ મથકે હાજર હતા ત્યારે તેઓને ખાનગી બાતમીદાર તરફથી બાતમી મળી કે કાલોલ ના માતાવાળા ફળિયામાં રહેતો તસ્લીમ સાલમીન આરબ તેના કબજા હેઠળના ઘરમા દરવાજો બંધ રાખી પોતાના આર્થીક લાભ માટે પોતે તથા માણશો રોકી આઇપીએલ ક્રિકેટ ૨૦૨૩ ની પંજાબ કિંગ ઈલેવન અને ગુજરાત ટાઈટન મેચ નુ જીવંત પ્રસારણ જોઈને મેચના દરેક બોલ નો સેશન્સ જોઈને રનરેટ, ચોગ્ગા છગ્ગા ઉપર અને ઓવરો જોઈને ફોનમા આવેલ ઈન્ટરનેટ ના માધ્યમથી ક્રિકેટ મેચનો ઓનલાઇન માસ્ટર આઈ. ડી દ્વારા ક્રિકેટ સટ્ટા બેટિંગ ની હાર જીત ની પ્રવૃત્તિ કરે છે જે બાતમી આધારે પોલીસે જીલ્લા પોલીસ અધિક્ષક પાસેથી જુગારધારા મુજબનું ઝડતી વોરંટ મેળવી પંચો બોલાવી ખાનગી વાહનમાં બેસી કાલોલ મુકામે જઈ બાતમીના સ્થળે રેઇડ કરતા મકાનના ઉપરના ભાગે બે ઈસમો હાથમા મોબાઈલ રાખી સામે એક લેપટોપ ચાલુ રાખી કઈક પ્રવૃત્તિ કરતા જોવા મળ્યા હતા જેઓને પકડી નામ પુછતા તસ્લિમ ઉર્ફે આરીફ સાલમીન અરબ રે. કાલોલ તથા અન્ય કલીમુદ્દીન કયામુદ્દીન શેખ રે. કાલોલ હોવાનુ જણાવેલ બન્ને નાં મોબાઈલ ફોન ચાલુ હાલતમા હતા અને પંજાબ કિંગ ઈલેવન નો દાવ ચાલુ હતો અને ફિલ્ડિંગ કરનાર ગુજરાત ટાઈટન ની ટીમ હતી પકડાયેલ ઈસમો ની અંગ જડતી મા રોકડા રૂ ૬૦૯૦/ તથા ત્રણ મોબાઈલ હાથમા થી અને સાત મોબાઈલ સાદા કી પેડ વાળા ચાલુ હાલતમાં મળી આવ્યા હતા એક છ પ્લગ વાળુ ઇલેક્ટ્રિક બોર્ડ વાયરથી જોડાણ કરેલ, લીનોવા કંપની નું લેપટૉપ, કુલ મળીને ૬૦,૦૯૦/નો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે પુછપરછ કરતા જાબીર ઊર્ફે ટોટો મજીદભાઈ ઘાંચી રે હાલોલ હેરિટેજ હોટલ પાછળ ની પાસેથી માસ્ટર આઈ ડી મેળવી ગુગલ ક્રોમ માં આઈડી વડે ૫૦ રન નહિ થવા જોઈએ,૫૧ રન થવા જોઈએ તે રીતની બીજા ગ્રાહકો ઈલિયાસ ઉર્ફે અલ્લો મિર્ઝા રે. કસ્બા કાલોલ, મુસ્તુફા ઉર્ફે તન્ના પઠાણ સડક ફળીયુ રે.કાલોલ, રાજુ મારવાડી રે. હાઉસિંગ સોસાયટી પાસે કાલોલ, રફીક જરોદીયા રે. જીઈબી સામે કાલોલ સાથે મોબાઈલ દ્વારા ક્રિકેટ ના સટ્ટા ની હારજીત નો જુગાર કોડવર્ડ માં જણાવેલ મોબાઈલ ગ્રાહકો સાથે સંપર્ક કરી મોબાઈલ મા બોબડી કાર્ડ રાખી રમતા હોવાનુ બહાર આવેલ એલસીબી પોલીસે પકડાયેલા બે ઈસમો સહિત કુલ સાત સામે જુગારધારા ની કલમો હેઠળ ગુનો દાખલ કરાવી વધુ તપાસ એલસીબી પીએસઆઈ ડૉ એમ એમ ઠાકોર દ્વારા શરૂ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here