ઇસરી પોલીસને દિયોદર પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૪૩/૨૦૦૨ ઇ.પી.કો.કલમ ૪૦૯ મુજબના ગુન્હાનો આરોપી છેલ્લા ૨૦ વર્ષથી નાસતો-ફરતો હોઇ જે આરોપી પકડી પાડવામાં મળેલ સફળતા

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

પોલીસ મહાનિરીક્ષક શ્રી અભય ચુડાસમા સાહેબ, ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા પોલીસ અધીક્ષક શ્રી સંજય ખરાત, સાહેબ અરવલ્લી તથા નાયબ પોલીસ અધીક્ષક શ્રી કે.જે.ચૌધરી સા મોડાસા વિભાગ મોડાસા નાઓએ જીલ્લામાં નાસતા-ફરતા આરોપીઓ પકડી પાડવા સારૂ કામગીરી કરવા માર્ગદર્શન અને સુચનાઓ આપેલ.
જે અન્વયે અત્રેના પોલીસ સ્ટેશન ખાતે દિયોદર પોલીસ સ્ટેશનના માણસો આવી દિયોદર પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૪૩/૨૦૦૨ ઇ.પી.કો.કલમ ૪૦૯ મુજબના ગુન્હાના કામે આરોપી દિતાભાઇ ધર્માભાઇ જાતે.કટારા નાનો છીટાદરા ગામે હોવાની હકીકત જણાવતા અત્રેના પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર વી.એસ.દેસાઇ તથા અ.હે.કો.ગોપાલચંન્દ્ર હરીશચંન્દ્ર બ.નં.૩૪૧ તથા અ.પો.કો.સંજયકુમાર પ્રતાપભાઇ બ.નં.૮૪ તેમજ દિયોદર પોલીસ સ્ટેશનના માણસો અ.હે.કો શાંતીલાલ જીવાજી બનં.૧૪૯૯ તથા અ.પો.કો પ્રવિણકુમાર ચતુરજી બનં.૧૭૯૨ તથા આ.પો.કો ભગીરથસિંહ હકુભા બનં.૧૯૬ નાઓ સાથે ઇસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ છીટાદરા ગામે જઈતપાસ કરી બાતમી આધારે દિતાભાઇ ધર્માભાઇ જાતે.કટારા ઉ.વ.૬૯ રહે.છીટાદરા તા.મેઘરજ જી.અરવલ્લી નાઓના ઘરે જઈ તપાસ કરતા સદરી આરોપી ઘરે હાજર મળી આવેલ ઇસરી પોલીસ સ્ટેશન ખાતે લાવી આરોપીનો કબ્જો ઉપરોક્ત ગુન્હાના કામે દિયોદર પોલીસ સ્ટેશન (બનાસકાંઠા) ના પોલીસ ના માણસો ને સોપવામાં આવેલ છે. અને આમ ઇસરી પોલીસ સ્ટાફના માણસોને છેલ્લ્લા ૨૦ વર્ષથી નાસતા-ફરતા આરોપીને પકડવામાં સફળતા મળેલ છે.
પકડેલ આરોપીનું નામ-
(૧) દિતાભાઇ ધર્માભાઇ જાતે.કટારા ઉ.વ.૬૯ રહે છીટાદરા તા મેઘરજ જી અરવલ્લી
કામગીરી કરનાર અધિકારી/ કર્મચારીઓઃ-
(૧) વી.એસ.દેસાઇ ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર ઇસરી પોલીસ સ્ટેશન
(ર) અ.હે.કો.ગોપાલચંન્દ્ર હરીશચંન્દ્ર બ.નં.૩૪૧ ઇસરી પોલીસ સ્ટેશન
(૩) અ.પો.કો.સંજયકુમાર પ્રતાપભાઇ બ.નં.૮૪ ઇસરી પોલીસ સ્ટેશન
(૪) અ.હે.કો શાંતીલાલ જીવાજી બનં.૧૪૯૯ દિયોદર પોલીસ સ્ટેશન
(૫) અ.પો.કો પ્રવિણકુમાર ચતુરજી બનં.૧૭૯૨ દિયોદર પોલીસ સ્ટેશન
(૬) આ.પો.કો ભગીરથસિંહ હકુભા બનં.૧૯૬ દિયોદર પોલીસ સ્ટેશન

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here