આવતીકાલે મોરવા રેણા ખાતે તાલુકાકક્ષાનો ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો યોજાશે

મોરવા,(પંચમહાલ) ગણપતસિંહ પટેલ :-

જીલ્લા રોજગાર વિનિમય કચેરી, ગોધરા-પંચમહાલ દ્વારા આવતીકાલે તા.૨૨/૧૦/૨૦૨૧ના રોજ મોરવા રેણા, તા. શહેરા ખાતે તાલુકાકક્ષાનો ઔદ્યોગિક રોજગાર ભરતીમેળો, અનુબંધમ પોર્ટલ રજીસ્ટ્રેશન અને સ્વરોજગાર માર્ગદર્શન સેમિનાર યોજાશે. સવારે ૧૦:૩૦ કલાકે યોજાનાર આ મેળામાં ઉમેદવારોને અનુબંધમ પોર્ટલ રજીસ્ટ્રેશન માર્ગદર્શન, સ્વરોજગાર યોજના અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે તેમજ ખાનગી ક્ષેત્રમાં રોજગારીની તક માટે ધો.૧૦પાસ, ૧૨પાસ, આઈ.ટી.આઈ,અનુભવી, બિન-અનુભવી તેમજ ગ્રેજ્યુએટ, લાયકાત ધરાવતા ઉમેદવારોને રોજગારીની તક પૂરી પાડવામાં આવશે. આ ભરતીમેળામાં પંચમહાલ જીલ્લાનાં નોકરીદાતા દ્વારા મશીન ઓપરેટર, હેલ્પર, સેલ્સ-એક્ઝિક્યુટિવ, ટેલિકોલર, ઓફિસ એક્ઝિક્યુટિવ ટ્રેઈની જેવી જગ્યાઓ માટે ઉપરોકત જણાવેલ અભ્યાસ ધરાવતા 18 થી 35 વર્ષ વય મર્યાદા ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકશે. ભરતીમેળાનું સ્થળ,
ઔધોગિક તાલીમ સંસ્થા (આઇ.ટી.આઇ), મોરવા રેણા મહાદેવ મંદીર પાસે, મોરવા રેણા.તા.શહેરા રહેશે તેમજ ઉપરોક્ત ભરતીમેળામાં ભાગ લેવા માટે ઉમેદવારોએ કોરોના ગાઈડલાઇનનું પાલન કરવું ફરજીયાત છે તેમ રોજગાર અધિકારીની અખબારી યાદીમાં જણાવાયુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here