આદર્શ આચારસંહિતા અનુસંધાને પણ પંચમહાલ જિલ્લાના પરવાનેદાર હથીયાર ધારકોએ પોતાના હથિયારો પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

પંચમહાલ ગોધરા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પડાયું જાહેરનામું

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ના બીજા તબક્કામાં પંચમહાલ જિલ્લાની વિધાનસભા મતવિભાગની બેઠકોની ચૂંટણી અંતર્ગત આગામી તા.૦૫/૧૨/૨૦૨૨ના રોજ મતદાન અને તા.૦૮/૧૨/૨૦૨૨ ના રોજ મતગણતરી યોજાના૨ હોઇ પંચમહાલ જિલ્લામાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ની ચૂંટણી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ ૨હે તથા મુકત અને ન્યાયી વાતાવ૨ણમાં ચૂંટણી થાય તેમજ ચૂંટણી પ્રક્રીયા દરમ્યાન લોકોની સલામતી જળવાય તે માટે કેટલાક નિયંત્રણો મુકવા આવશ્યક જણાય છે. આ માટે જિલ્લા મેજિસ્ટ્રેટ, પંચમહાલ ગોધરા દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ – ૧૯૭૩ ની કલમ-૧૪૪ થી મળેલ સતાની રૂએ જાહેરનામું બહાર પાડ્યું છે.

જે અંતર્ગત કાયદો અને વ્યવસ્થાની જાળવણી અંગે અમલ કરવાની આદર્શ આચારસંહિતા મુજબ વિધાનસભાની ચુંટણીઓ જાહે૨ થાય એટલે હથિયાર લાયસન્સ ધરાવતી કોઈપણ વ્યક્તિઓને જે તે લાયસન્સના હથિયારો જિલ્લા સત્તાવાળાઓ પાસે જમા ક૨વા જરૂરી છે. ચૂંટણી પરિણામ જાહે૨ થયા પછી આવા હથિયારો પ૨ત ક૨વા અને લાયસન્સવાળા હથિયારો લાવવા-લઇ જવા ૫૨ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન હથિયારોનો ગેરકાયદેસર રીતે કોઇ પણ પ્રકારે ઉપયોગ ન થાય, તે માટે પંચમહાલ જિલ્લાના સમગ્ર વિસ્તા૨માં હથિયારો સાથે રહેવા, હ૨વા કે ફ૨વા ઉ૫૨ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પંચમહાલ જિલ્લાના સમગ્ર વિસ્તા૨માં લાયસન્સ હેઠળ ધા૨ણ ક૨તા હથિયા૨ ધારકોએ ધા૨ણ કરેલ હથિયારો તાત્કાલિક અસરથી નજીકના પોલીસ સ્ટેશનમાં જમાં કરાવવાનું રહેશે.

જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી તથા જિલ્લામાં સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ શ્રીઓ તરફથી આપવામાં આવેલ હોય તેવા હથિયારના પરવાનેદારોએ તેમજ દેશના કોઈ પણ રાજ્યના કોઈ પણ હથિયાર લાયસન્સ આપનાર સત્તાધિકારી પાસેથી હથિયાર લાયસન્સ મેળવેલ હોય તેમને પણ લાગુ પડશે.

આ આદેશમાથી વિસ્તારમાં આવેલ સરકારી, અર્ધ સરકારી સંસ્થાઓ, માન્યતા ધરાવતી સિક્યુરિટી એજન્સીઓના ગનમેન, કે જેઓ રાષ્ટ્રીયકૃત, સહકારી કે કોમર્શિયલ બેંકો, એ.ટી.એમ તથા કરન્સી, ચેકની લેવડ-દેવડ કરતા હોય તેવા હથિયારધારી સિક્યુરિટી ગાર્ડ એ તેઓ બેંકમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હોવાનું સબંધીત બેંક મેનેજરનું પ્રમાણપત્ર તેઓના ફોટોગ્રાફ સાથેનું પોતાની પાસે રાખવાનું રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here