આજરોજ અરવલ્લી જિલ્લા યુજીવીસીએલના કર્મચારીઓએ ભેગા મળી જિલ્લા કલેકટરને આપ્યું આવેદનપત્ર

મોડાસા, (અરવલ્લી) પરવેઝ ખાન ખોખર :-

અરવલ્લી જિલ્લામાં ફરજ બજાવતા વર્ગ 4 ના ugvcl ના ટેકનિકલ કર્મચારીઓએ વર્ગ ૩ માં સમાવેશ કરવા બાબતે અને ઓરટાઈમ આપવા તેમજ કામના કલાકો નક્કી કરી વધારાના કલાકોનું ઓર ટાઈમ આપવા અને વર્ગ ત્રણ ના કર્મચારીઓને મળતા બીજા અન્ય લાભો ટેકનિકલ કર્મચારીઓને આપવામાં આવે અને વર્ગ-૪ ના કર્મચારીઓને વર્ગ ત્રણમાં સમાવેશ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી આમ ગુજરાતમાં ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા તેમની સંલગ્ન કંપનીમાં ફરજ બજાવતા ટેકનીકલ કર્મચારી નું અન્ય રાજ્યના વીજ કર્મચારીઓના પગાર બાબત ની મોટી વિસંગતતા તેમજ ફેરફાર અને તફાવત જોવા મળેલ છે અને કોન્ટ્રાક્ટ પદ્ધતિ બંધ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવેલ છે કર્મચારીઓની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આગામી સમયમાં ટેકનિકલ કર્મચારીઓ ભેગા મળી આખા ગુજરાતમાં કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કરવામાં આવશે જેમ જેમ સમય જતા વધુ પરિસ્થિતિ વિકટ બનશે તો વીજ કર્મચારી વીજ બાબતોની મેન્ટેનન્સ સમારકામ બાબતની હડતાલ પડવાની ફરજ પડશે જે ગંભીર બાબતો ની નોંધ લેવી રિપોર્ટર પરવેઝખાન ખોખર મોડાસા અરવલ્લી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here