પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે “વિશ્વાસથી વિકાસ યાત્રા” પ્રાંત કક્ષાના કાર્યક્રમનું કરાયું આયોજન

શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-

શહેરા અને મોરવા હડફ તાલુકામાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રીના હસ્તે રૂપિયા ૮ કરોડ ૨૬ લાખ ૫૦ હજારના કુલ ૩૯૬ કામોનું ખાતમુર્હુત અને લોકાર્પણ કરાયું

ગુજરાત સરકાર દ્વારા રાજયભરમાં વિશ્વાસ થી વિકાસ યાત્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન હેઠળ રાજય-જિલ્લા-પ્રાંત કક્ષાએ વિવિધ વિભાગના સહયોગથી વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત જેવા લોકાભિમુખના કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે.
જે અંતર્ગત આજ રોજ પંચમહાલ જિલ્લામાં શહેરા નગરપાલિકા ટાઉનહોલ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ કુ.કામિનીબેન સોલંકી અને વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતીમાં તથા હાલોલ નગરપાલિકા હોલ ખાતે ધારાસભ્યશ્રી જયદ્રથસિંહ પરમાર અને વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિવિધ કામોના ખાતમુર્હુત અને લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. અત્રે વિવિધ મહાનુભાવો અને પદાધિકારીઓની ઉપસ્થિતીમાં કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને મહાનુભાવોના સ્વાગત થકી કરવામાં આવી હતી તથા વિવિધ વિકાસના કાર્યોની તકતીનું લોકાર્પણ કરાયું હતું. ઉપસ્થિત તમામ લોકોએ વિશ્વાસ થી વિકાસ યાત્રા ફિલ્મને નિહાળી હતી.
પંચમહાલ જિલ્લાના શહેરા અને મોરવા હડફ તાલુકાના રૂપિયા ૪ કરોડ ૨૩ લાખના ૨૩૬ કામોનું ખાતમુર્હુત તથા ૪ કરોડ ૩૨ હજાર રૂપિયાના કુલ ૧૬૦ કામોનું લોકાર્પણ કરાયું હતુ. કુલ રૂપિયા ૮ કરોડ ૨૬ લાખ ૫૦ હજારના કુલ ૩૯૬ કામોનું ખાતમુર્હુત અને લોકાર્પણ કરાયું હતું. હાલોલ, ઘોઘંબા અને જાંબુઘોડા તાલુકાના કુલ ૮ કરોડ ૩૬ લાખ રૂપિયાના ૪૪૦ કામોનું ખાતમુર્હુત અને ૨ કરોડ ૮૬ લાખ ૧૦ હજાર રૂપિયાના ૧૦૩ કામોનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું. જે કુલ ૧૧ કરોડ ૨૨ લાખ રૂપિયાના કુલ ૫૪૩ કામોનું ખાતમુર્હુત અને લોકાર્પણ કરાયું હતું.
શહેરા ખાતે નગરપાલિકા પ્રમુખ શ્રીમતી ઉર્મિલાબેન નાયક, તાલુકા પંચાયત પ્રમુખશ્રી રયજીભાઈ નાયકા, તાલુકા પંચાયત પ્રમુખશ્રી, સભ્યશ્રીઓ સહિત મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, સરપંચશ્રીઓ સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here