આગથી બેઘર બનેલા ગીચડ ગામના અસરગ્રસ્ત પરિવારોને 46 ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા જરૂરી સામગ્રીની સહાય અપાઈ….

રાજપીપલા,

પ્રતિનિધિ :- મનોજ પારેખ (સેલંબા)

આકસ્મિક ઘટના થી આગળ લાગતા 9 નિરાધાર પરિવારોની સરપંચોએ મદદ કરી

દેડીયાપાડા અને સાગબારા તાલુકામાં ફાયર બ્રિગેડની સુવિધા ઉભી કરવાની સરપંચોએ માંગ કરી

ગત 20 એપ્રિલના રોજ નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના ગીચડ ગામે શોર્ટસર્કિટના કારણે આગ લાગી હતી. આગમાં આસપાસના નવ જેટલા આગમાં ભસ્મીભૂત થઇ ગયા હતા. તમામ પરિવારો મહામુસીબતે જીવ બચાવી બહાર નીકળી ગયા પરંતુ આગમાં પોતાની તમામ ઘરવખરી સહિત સામગ્રી ગુમાવી દીધી અને નવ પરિવારો નિરાધાર બની જતા નર્મદાના સરપંચો પણ મદદરૂપ થયા હતા
જેમાં દેડિયાપાડા તાલુકાના 46 ગ્રામ પંચાયતના સરપંચ ના સંગઠન દ્વારા ગીઝર ગામના 9 ઘરના પરીવારો ઘરવિહોણા થયેલા 9 પરિવારજનોને સરપંચ સંગઠનના પ્રમુખ ખાનસિંહભાઈ નગરીયાભાઈ વસાવા અને સર્વે સરપંચોભાઈઓ ના સહયોગથી બે ઘર બનેલા પરિવારને જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
જોકે ડેડીયાપાડા અને સાગબારા તાલુકામાં ફાયર બ્રિગેડની સુવિધા ન હોવાના કારણે અવારનવાર આવી આગની ઘટના બનતી હોય છે તે હેતુને ધ્યાનમાં રાખીને દેડીયાપાડા તાલુકાના સરપંચ સંગઠનો દ્વારા ફાયર બ્રિગેડની સુવિધા ઉભી કરવાની માંગ કરી હતી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here