સ્ટેચ્યૂ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સતામંડળ દ્વારા ૭૫માં સ્વાતંત્ર્ય પર્વની ગૌરવપૂર્ણ ઉજવણી

કેવડિયા કોલોની,(નર્મદા) આશિક પઠાણ :-

S O U A D T G A ચેરમેન ડૉ. રાજીવકુમાર ગુપ્તાએ રાષ્ટ્રધ્વજ ફરકાવી ત્રિરંગાને સલામી આપી

આઝાદી કા અમૃત મહોત્સવ”ની ઉજવણીનાં ભાગરૂપે કેવડીયાનાં કોમ્યુનિટી રેડીયો યુનિટી ૯૦ FM નું સોફટ લોન્ચ કરાયુ

સ્થાનિક આદિવાસી યુવા-યુવતીઓ બન્યા રેડીયો જોકી

ઇ-રીક્ષા અને ઇ-કારનું પણ કરવામાં આવ્યુ લોન્ચિંગ – એકતા સ્કીલ ડેવલોપમેન્ટ સેન્ટર ખાતે સ્થાનિક ૫૫ મહિલાઓને અપાઇ છે તાલીમ

ભારતનાં ૭૫માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનાં ભાગરૂપે સ્ટેચ્યૂ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સતામંડળનાં વહીવટી કાર્યાલય ખાતે યોજાયેલા ધ્વજવંદન કાર્યક્રમમાં સત્તામંડળનાં ચેરમેન અને ઉદ્યોગ,ખાણ અને ખનીજ વિભાગના અધિક મુખ્ય સચિવ ને વહીવટી સંચાલક શ્રી ડૉ. રાજીવકુમાર ગુપ્તાએ રાષ્ટ્રધ્વજ ફરકાવી ત્રિરંગાને સલામી આપી હતી.દેશભક્તિથી ભરપુર વાતાવરણમાં કેન્દ્રીય ઓદ્યોગિક સુરક્ષા દળનાં સશસ્ત્ર દળનાં જવાનોની પરેડે આકર્ષણા જમાવ્યુ હતુ.સ્ક્સ્જ ડૉ. રાજીવકુમાર ગુપ્તાએ સ્વાતંત્ર્ય પર્વનાં વધામણા સાથે અધિકારીશ્રી,કર્મચારીશ્રીઓ અને કેવડીયાવાસીઓને શુભકામનાઓ પાઠવી હતી.
આ પ્રસંગે સ્ટેચ્યૂ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સતામંડળનાં વહીવટી કાર્યાલય ખાતે યોજાયેલ સમારોહમાં ઉપસ્થિત તમામને સંબોધતા ડૉ. રાજીવકુમાર ગુપ્તાએ જણાવ્યુ હતુ કે, “આઝાદી કા અમૃત મહોત્સવ”ની ઉજવણીનો દીલ્હીમાં માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી પ્રારંભ કરાવી રહ્યા છે ત્યારે પ્રધાનમંત્રીશ્રીએ અખંડ ભારતનાં નિર્માતા સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાં કેવડીયામાં સ્થાપી અભૂતપૂર્વ શ્રધ્ધાંજલી આપી છે.
માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીનાં અમુલ્ય માર્ગદર્શનમાં આજે આંતરરાષ્ટ્રીય સ્તરે વિકાસ થયો છે,તેઓ શ્રી દ્વારા નવી આશા અને ઉમંગનો સંચાર કરવામાં આવ્યો છે, ૧.૫ વર્ષમાં કોવિડ સામેની લડાઇ કે આત્મનિર્ભર ભારત માટે સરાહનિય પ્રયાસો કર્યા છે,તેમના માર્ગદર્શનમાં આધુનિક ભારતનું નિર્માણ થશે તેવો આશાવાદ ડૉ. રાજીવકુમાર ગુપ્તાએ વ્યક્ત કર્યો હતો.
કેવડીયા ખાતે છેલ્લા ૨ વર્ષમાં અનેક આકર્ષણૉ ઉભા થયા જેમાં સૌએ સહિયારા પ્રયત્નો હાથ ધરી પ્રધાનમંત્રીશ્રીનું સ્વપ્ન પૂર્ણ કર્યુ છે.પ્રવાસનનાં વિકાસ થકી ૩૦૦૦ લોકોને પ્રત્યક્ષ રોજગારી પૂરી પાડવામાં આવી છે અને કેવડીયા આસપાસનાં ૧૦૦ કી.મી. વિસ્તારમાં હજારો કુટુંબોને અપ્રત્યક્ષ રૂપે વધુ આવકરૂપે રોજગારી પ્રાપ્ત થઇ છે.કોઇ પણ જગ્યાનો વિકાસ હોય તેમાં સ્થાનિકોને રોજગારી આપવામાં આવે તેવી માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ઇચ્છા આજે પરીપૂર્ણ થઇ છે.
આજથી કેવડીયામાં રેડીયો યુનિટી ૯૦ FMનું સોફટ લોંચિંગ થયુ છે,જેમાં રેડીયો જોકી તરીકે સ્થાનિક આદિવાસી યુવા-યુવતીઓ કામ કરશે.રેડીયો યુનિટી એ વાતનું પ્રતિક છે કે, આદિવાસીઓમાં અસિમીત શક્તિ છે જે અંગે પ્રધાનમંત્રીશ્રીને વિશ્વાસ છે.કેવડીયામાં ગાઇડ આજે સંસ્કૃત પણ બોલે છે અને આ તમામ કાશીમાં જઇને સંસ્કૃતની તાલીમ આપવામાં આવી છે.
અ પ્રસંગે સ્ટેચ્યૂ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સતામંડળનાં મુખ્ય કારોબારી અધિકારીશ્રી અને સરદાર સરોવર નર્મદા નિગમનાં સંયુક્ત વહીવટી સંચાલકશ્રી રવિ શંકર,અધિક કલેકટર સર્વ શ્રી આર.ડી.ભટ્ટ.હિમાંશુ પરીખ,નર્મદા ડેમનાં મુખ્ય ઇજનેર શ્રી આર.એમ.પટેલ સહીતનાં અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here