અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે રવિવારે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા કાર્યક્રમ યોજાયો

મોડાસા, (અરવલ્લી) પરવેઝ ખાન ખોખર :-

રેડ ક્રોસ આપના દ્વારે” કાર્યક્રમમાં રેડ ક્રોસ ની સ્થાપના સિધ્ધાંતો ઇતિહાસ સિદ્ધિઓ અને સાંપ્રત સમયની ભૂમિકા ની ઝાંખીઓ લોકો સુધી પોહચે તે સંકલ્પ

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે રવિવારે “રેડ ક્રોસ આપના દ્વારે” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં રેડ ક્રોસ ની સ્થાપના સિધ્ધાંતો ઇતિહાસ સિદ્ધિ ઓ અને સાંપ્રત સમય ની ભૂમિકાની ઝાંખી લોકો સુધી પોહચે. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી મોડાસા અને અનેક સેવાકીય પ્રવૃતિઓ, રેડક્રોસની રાહતદરની અદ્યતન પેથોલોજી લેબોરેટરી, પ્રાથમિક સારવારના તાલીમ વર્ગ, હોમ કેર આસિસ્ટન્ટ કોર્સ, હોમ એટેન્ડટ કોર્ષ, બ્લડ ડોનેશન કેમ્પ, આરોગ્યલક્ષી કેમ્પ, નેત્ર નિદાન કેમ્પ, મહિલાઓ યુવાનો માટે વિવિધ સેમિનાર, પર્યાવરણ જાગૃતિ અભિયાન, ડિવાઇસ વિતરણ જન્મથી ન સાંભળી શકતા બાળકો માટે , આવી અનેક પ્રજાલક્ષી સેવાકીય કામગીરી રેડક્રોસ દ્વારા કરવામાં આવે છે.

આ પ્રસંગ માં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય ના ચેરમેન અજયભાઈ પટેલે જણાવ્યું કે ;
અરવલ્લી જિલ્લા ખાતે આવનારા સમયમાં રેડક્રોસ દ્વારા પ્રજા માટે સેવાકીય કામગીરી થાય અને લોકો સાથ અને સહકાર આપે અને આરોગ્યલક્ષી સેવા પુરી પાડવામાં આવશે. આજે રેડક્રોસ અરવલ્લીની જે કામગીરી છે તેનાથી લોકો સુધી એક વિશ્વાસ પોહચી રહ્યો છે. જરૂરિયાતવાળા લોકોને મદદ કરવાના હેતુથી અભૂતપૂર્વ યોગદાન આપનારા સ્વયંસેવકોને સમર્પિત કરવાનું કામ રેડ ક્રોસ કરે છે. રેડ ક્રોસ સોસાયટી નું મિશન પ્રેરણા પ્રોત્સાહન આપવાનું છે,જેથી બધા સમયે અને બધી રીતે માનવતાવાદી પ્રવૃત્તિઓ શરૂ કરીને આરંભ કરવાનો ધ્યેય છે કે માનવીય પીડા ઘટાડી શકાય અને શાંતિપૂર્ણ વાતાવરણ બનાવી શકાય.

આ કાર્યક્રમમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય ના ચેરમેન અજયભાઈ પટેલ,વાઇસ ચેરમેન અજયભાઈ દેસાઈ અને જનરલ સેક્રેટરી પ્રકાશભાઈ પરમાર તથા જોનલ કો.ઓડીનેટર અનિલભાઈ નાયક ઉપસ્થિત રહ્યા,જેમાં ઇન્ડિયન રેડ ક્રોસ અરવલ્લી જિલ્લા પ્રમુખ ભરતભાઇ પરમાર,રાકેશ જોશી,એ.એસ.પટેલ અને જીતેન્દ્ર ભાઈ અમીન સમગ્ર કારોબારી અને હોદ્દેદારો એ આ કાર્યક્રમ ને ઉજાગર કર્યો હતો. સાબરકાંઠા અરવલ્લી સાંસદ દીપસિંહ રાઠોડ અને રાજ્ય સભાના સાંસદ સભ્ય રમીલાબેન બારા અને ગુજરાત કો.ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન શામળભાઈ પટેલ તેમજ સાબરકાંઠા બેન્ક ના ચેરમેન મહેશભાઈ પટેલ જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here