અરવલ્લી એલસીબી પોલીસે મોડાસાના ખુમાપુર પાસે નાકાબંધી કરી વિદેશી દારૂ ઝડપી પાડ્યો…

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

સી.પી.વાઘેલા , પોલીસ ઇન્સપેક્ટર , એલ.સી.બી. મોડાસા નાઓએ એલ.સી.બી. સ્ટાફના અધિકારી / કર્મયારીઓને પ્રોહીબીશનની હેરાફેરી વેચાણ કરતા ઇસમોની જરૂરી વચ નાકાબંધી રાખી અસરકારક કાર્યવાહી કરવા સૂચનાઓ આપેલ . જે અન્વયે મોડાસા રૂરલ પો.સ્ટે.માં એલ.સી.બી. અરવલ્લી ધ્વારા પેટ્રોલીંગ રાખવામાં આવેલ જે પેટ્રોલીંગ દરમ્યાન ચોકકસ બાતમીદારથી માહિતી મળેલ કે , એક સફેદ કલરની મારૂતી સુઝુકી સ્વીફટ ગાડી નંબર GJ.01.WB.7580 નાનીમાં તેનો ચાલક તથા તેની સાથેનો બીજો એક એ રીતેના બંને ઇસમો રાજસ્થાન રાજ્યમાંથી વિદેશી દારૂ ભરી શામળાજી મેઢાસણ ખુમાપુર – થઇ આગળ તરફ જનાર છે . જે આધારે મોજે ખુમાપુર ગામની સીમમાં હિંમતનગર થી મોડાસા તરફ જતા રોડ ઉપર નાકાબંધીમાં હતા . ઉપરોક્ત બાતમી હકીકત વાળી ગાડી મેઢાસણ તરફથી આવર્તા સદરી ગાડીના ચાલકને ઉભી રાખવા લાકડીઓ બતાવી ઇશારો કરતાં પોતાની ગાડી ઉભી રાખેલ નહી અને મોડાસા તરફના રોડે ભગાડેલ જેને ભવાનીપુર કંપા પાસે રોડની સાઇડમાં પોતાની ગાડી ઉભી રાખી ખેતરોમાં ભાગેલ જે પૈકી એક આરોપી પકડી પાડેલ અને બીજો આરોપી ખેતરો તેમજ ઝાડી ઝાંખરામાં થઇ ક્યાંક નાસી ગયેલ , સદર ગાડી ચેક કરતાં ભારતીય બનાવટની વિદેશી બોટલો આખી પેટી નંગઃ ૧૨ જેમાં બોટલો નંગઃ ૪૬૮ તથા છુટી બોટલો નંગ ૨૪૪ મળી કુલ બોટલો નંગઃ ૭૧૨ જેની કિં.રૂ .૧,૬૪,૫૦૦ / નો પ્રોહી મુદ્દામાલ તથા શિફટ ગાડી કિ.રૂ .૫,૦૦,૦૦૦ / – તથા મોબાઇલ ફોન નંગ -૫૦૦૦ / – મળી કુલ કી.રૂ .૬,૬૯,૫૦૦ / – નો મુદ્દામાલ એક આરોપી સાથે પકડી પાડવામાં આવેલ . જે અંગે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવેલ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here