અરવલ્લી : ઇસરી પોલીસને જામગઢ ગામે ત્રણ રસ્તા ઉપરથી સ્વીફ્ટ ગાડી તથા પ્રોહી મુદ્દામાલ ઝડપી પાડ્યો…

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

પોલીસસુત્રો દ્વારા મળતી માહિતી મુજબ વી.એસ. દેસાઇ ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર ઇસરી પોલીસ સ્ટેશન નાઓ તથા ઇસરી પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસોને બાતમી હકીકત આધારે જામગઢ ગામે ત્રણ રસ્તા ઉપરથી સ્વીફ્ટ ગાડી નં . GJ23.M.7071 ની અંદર ભારતીય રાજસ્થાન બનાવટનો જુદી જુદી બ્રાન્ડનો ઇગ્લીશ દારુ તથા પેટીઓ નંગ -૧૪ જેમાં કુલ બોટલ તથા ક્વાટરીયા નંગ -૩૧૨ ની કિ.રૂ .૫૧,૬૦૦ / – તથા કલરની સ્વીફ્ટ ગાડી નં . GJ.23.M.7071 ની કિ.રૂ .૧,૦૦,૦૦૦ / – ગણી મળી કુલ કિ.રૂ .૧,૫૧,૬૦૦ / – નો મુદ્દામાલ ઝડપી પાડી ઇસરી પોલીસને પ્રોહી ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં સફળતા મળેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here