અમદાવાદના ટાગોર હોલ ખાતે ઈતેહાદ-એ-ઉમ્મતની ટીમ દ્વારા સામાજિક એકતાનો આહવાન કરવામાં આવ્યો..

અમદાવાદ, આરીફ દીવાન (મોરબી) :-

તા.17.10.21ના રોજ અમદાવાદના ટાગોર હોલ ખાતે ઈતેહાદ-એ-ઉમ્મત ની ટીમના યુવા નાશીર શેખ અને તેમની ટીમ દ્વારા એક પ્રોગ્રામ નુ આયોજન કરવામા આવેલ આ પ્રોગ્રામ નો મુખ્ય હેતુ દરેક ફિરકાના મુસ્લિમોને એક મંચ ઉપર લાવી સામાજિક એકતા ઉભી કરી સમાજના દરેક કાર્ય માટે સાથે ચાલવાનો હતો જેમા મોટી સંખ્યામા ઉલેમાઓ,રાજકીય આગેવાનો,સોશિયલ વર્કર અને બુદ્ધિજીવી લોકો જોડાયા હતા .
આ પ્રસંગે ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ,ઈમરાન ખેડા ખેડાવાલા તેમજ માજી ધારાસભ્ય સાબીરભાઈ કાબલીવાલા હસ્તે ડો.ઈમરાન પટેલનુ સન્માન કરવામા આવ્યુ હતુ.
મુળ જુનાગઢ જિલ્લાના માંગરોળ શહેરના રહીશ ડો.ઈમરાન પટેલે મુંબઈ ખાતે એમ.ડી.પીડીયાટ્રીકની ડીગ્રી હાસીલ કરી અમદાવાદ વી.એસ.હોસ્પિટલમા આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવ્યા બાદ અમદાવાદના વસ્ત્રાલમા પોતાની ડોક્ટર ટીમ સાથે બાળકોની હોસ્પિટલ ચાલુ કરી અને ત્યાર બાદ તેમની ડોક્ટર ટીમ સાથે મહેસાણાના ખેરાલુ શહેરમા બીજી હોસ્પિટલ ચાલુ કરી જ્યાં એક હજારથી પણ વધારે ઓછા વજનના અને કુપોષિત બાળકોને અને નવજાત શિશુની સરકારી યોજનાઓ હેઠળ ફ્રી મા સફળ સારવાર કરી ખૂબ નામના મેળવી પોતાની આટલી નાની ઉમરમા એક સફળ ડોક્ટર સાબીત થતા અમદાવાદ તેઓના સન્માન સમયે ડોક્ટર ઈમરાન પટેલે પોતાની પ્રવચન મા જણાવેલ કે તેમની સફળતા પાછળ માં બાપની દુઆ પોતાની મહેનત અને ખુદાની કરીમી દર્શાવી હતી, વધુમા તેઓએ જણાવેલ કે આજે દિની તાલીમ સાથે સાથે દુન્યવી તાલીમ પણ ખૂબજ આવશષ્યક છે, તલવારની તાકાતથી કલમની તાકાતને વધુ મજબુત બતાવતાં શિક્ષણ ઉપર જોર આપ્યું હતું. અમારી ડોક્ટરોની ડીગ્રી તો ઇન્સાન આપે છે પરંતુ ઉલેમાએ દીન પાસે જે ડીગ્રી છે તે ડીગ્રી ખુદા આપે છે અમારી ડીગ્રી ઉલેમાઓની ડીગ્રીના મુકાબલામા કાંઈજ નથી તેવું જણાવી દુઆ માટે દરખાસ્ત કરેલ. દરેક સમાજ ના બાળ દર્દીઓને પોતાના બાળક સમજીને સારવાર આપતા તેમજ સરળ સ્વભાવ ધરાવતા ડો.ઈમરાન પટેલે પોતાના ભવિષ્યના પ્લાનિંગ મા ફ્રી મેડિકલ કેમ્પ,ગરીબ પરિવારના બાળકોને ફ્રી અને ઓછા ખર્ચે સારવાર કરવી તેમજ કુપોષિત બાળકો માટેની સારવાર કરવી અને બાળકો કુપોષિત ના થાય તેમજ તેમના સારા સ્વાસ્થ્ય શું કાળજી રાખવી જોઈએ તે માટેની જુંબેશ ચલાવશે.
ઉલ્લેખનીય છે કે તા. 17.19.21 ના રોજ ઇત્તેહાદ એ ઉમ્મત પ્રોગ્રામને સફળ બનાવવા માટે પણ નાશીરભાઈ શેખની ટીમ સાથે ડોક્ટર ઈમરાન પટેલે પણ જહેમત ઉઠાવી હતી. અને સમાજની એકતા ઉપર જોર આપતા જણાવેલ કે તમામ મુસ્લિમ સમાજની એકતા માટે આ કાર્ય અદભુત અને આવનારા ભવિષ્ય માટે અત્યંત જરૂરી છે માટે હું પણ ઈતેહાદ એ ઉમ્મત ના નેક કામ માટે ખભે થી ખભો મેળવી કામ કરીશ.
આ પ્રોગ્રામમા ડોક્ટર ઈમરાન ના ખાસ મિત્રો અને જુનિયર જમ્મુ કાશ્મીર ના રહીશ અને શાને રસુલની શાનમા નાત પઢતા વિખ્યાત બન્ને ભાઈઓ ડો.દાનીશ અને ડો.દાવરે પણ હાજરી આપી અને નાતે રસુલ પેશ કરેલ તેમજ ઇત્તેહાદ એ ઉમ્મતના આયોજનથી બહુજ ખુશ થયા હતા અને આ મહેનત ચાલુ રાખવા મહત્વ આપ્યું હતું.
આ પ્રોગ્રામમા અમદાવાદની જાની માની તમામ હસ્તીઓ હાજર રહી હતી અને ઇત્તેહાદ- એ – ઉમ્મત ની જુંબેશને આગળ વધારવા હાકલ કરી હતી આ પ્રસંગે તમામ ફીરકાના ઉલેમાઓ, ધારાસભ્યો,માજી ધારાસભ્યો તેમજ સામાજિક કાર્યકરોએ કોમી એકતા માટે એક રહેવા નિર્ણય કર્યો હતો. ગુજરાત ટુડે ના પ્રકાશક જનાબ શોહેલ તીરમીઝી સાહેબે પોતાના આગવા અંદાજમા પોતાના પ્રાસંગિક પ્રવચન મા કોમી એકતા,એજ્યુકેશન અને ભાઈચારા બાબતે સચોટ વાત કરી હતી તેમજ ડો.ઈમરાન પટેલેને પણ પોતાની મેડીકલી અને ઈતેહાદ-એ-ઉમ્મતની જુંબેશમા સહકાર આપવા બધાને આગ્રહ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here