અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે શરૂ કરાયેલ સી પ્લેન સેવા બુધવારથી મેન્ટેન્સમાં રાખવાનું હોવાથી બે દિવસ બંધ

કેવડીયા કોલોની,(નર્મદા)
આશિક પઠાણ

દર પાંચ દિવસ બાદ બે દિવસ માટે સી પ્લેનનું સંચાલન બંધ રહેશે સી પ્લેન જુનુ હોય ને મેઇન્ટેનન્સ જરૂરી

સી પ્લેનનુ આકર્ષણ વધ્યુ ત્રણ દિવસમાં 80 પેસેન્જરે મુસાફરી કરી

અમદાવાદથી કેવડીયા વચ્ચે 1 નવેમ્બરથી સીપ્લેન કોમર્શિયલ સેવા શરૂ થયા બાદ મંગળવારે પહેલીવાર શિડયુલ પ્રમાણે બે જતા અને બે આવતા એમ ચારેય ફ્લાઇટ ઓપરેટ કરાઈ હતી, સીપ્લેનને પાણીમાં સતત 5 દિવસ થઈ જતા બુધવારથી બે દિવસ માટે મેઈન્ટેનન્સમાં રાખવાનું હોવાથી બુધવારે અને ગુરુવારે ફ્લાઇટ ઓપરેટ થશે નહીં બે દિવસ માટે સી પ્લેન સેવા બંધ રખાઇ હોવાનું જાણવા મળ્યું છે.

સી પ્લેનના પાઇલટના ફ્લાઇટ ઉડાડવાના સાપ્તાહિક કલાકો પુરા થઇ જતાં ઉડ્ડયન વિભાગના નિયમોનુસાર બે દિવસ એમને આરામ આપવામાં આવશે.વધુમાં દર પાંચ દિવસ બાદ બે દિવસ માટે સીપ્લેનનું સંચાલન બંધ રહેશે.
સીપ્લેન પ્રોજેક્ટ સાથે જોડાયેલા અધિકારીએ જણાવ્યું કે, મંગળવારે પહેલીવાર રીવરફ્રન્ટથી કેવડીયા જવા માટે બંને ફ્લાઇટ ફૂલ થઇ ગઇ હતી. જોકે રીટન ફ્લાઈટમાં 3 થી 4 સીટો ખાલી હતી. હાલમાં ડિમાન્ડ વધુ હોવાથી આગામી દિવસોમાં આ સીટો પણ ભરાઈ જશે. વધુમાં જણાવ્યું કે હાલ સીપ્લેનના ત્રણ પાઇલેટ આવ્યા છે. અને તેમની સાથે એક એટેન્ડેન્ટ છે. જેમાં ફ્લાઇટના કલાકો પૂરા થઈ ગયા છે, ત્યારે સરકારી ગાડઈ લાઈન મુજબ તેમને રેસ્ટ આપવો જરૂરી છે. જોકે આગામી દિવસોમાં વધુ એક પાઇલટ અને એક એટેન્ડન્ટ આવી જશે. ત્યારે 2-2 પાઇલટની સાથે 1-1 એટેન્ડેન્ટની ટીમ રહેશે. જેના કારણે એક સાથે બે દિવસ માટે ફ્લાઇટનું સંચાલન બંધ નહીં થાય.
સી પ્લેનની સેવા શરૂ થયા બાદ રીવરફ્રન્ટથી કેવડીયા સુધી અને કેવડિયાથી રિવરફ્રન્ટ સુધી મળી 1 થી 3 નવેમ્બર સુધી ત્રણ દિવસમાં 80 પેસેન્જરે મુસાફરી કરી છે.પહેલા દિવસે ફક્ત એક જ ફ્લાઇટ ઓપરેટ થઇ હતી, જેમાં કેવડીયા 6 પેસેન્જરો ગયા હતા જ્યારે રિટર્ન ખાલી આવી હતી. બીજા દિવસે પણ એક જ ફ્લાઇટ ઓપરેટ થઇ જેમાં જતાં 14 પેસેન્જરો અને રિટર્ન ફ્લાઈટમાં 8 પેસેન્જર હતા. બીજા દિવસે સિડ્યુલ પ્રમાણે બંને ફ્લાઇટ ઓપરેટ થઇ હતી. જેમાં અમદાવાદથી જતાં ફૂલ એટલે કે 15-15 પેસેન્જર ગયા હતા.જ્યારે રિટર્નમાં બંને ફ્લાઈટમાં 11 અને 12 પેસેન્જરોએ મુસાફરીનો લાભ લીધો હતો.

અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચેની સી પ્લેન સેવા હવે પેસેન્જરોમા તેનાં ટિકિટના દરમા પણ ઘટાડો કરાયેલ હોય ને લોકપ્રિય બની રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here