શહેરામાં સસ્તા અનાજની દુકાનો પર વિના મુલ્યે મળવાપાત્ર અનાજનું વિતરણ કરાયું

શહેરા,તા-૦૨-૦૪-૨૦૨૦

પ્રતિનિધિ :- ઇમરાન પઠાણ

શહેરા નગર અને તાલુકા મા આવેલ 95 જેટલી સસ્તા અનાજ ની દુકાનો મા કાર્ડ ગ્રાહકો ને મફત મા મળવા પાત્ર અનાજ સહિતના જથ્થાનું વિતરણ કરવામાં આવી રહયુ છે.સસ્તા અનાજની દુકાનની બહાર દુકાનદાર દ્વારા માર્કિંગ સર્કલ બનાવા સાથે કાર્ડ ગ્રાહકોને થોડા અંતરે ઉભા રાખવામાં આવી રહયા હતા.જ્યારે શરૂઆત થી બપોર સુધી સસ્તા અનાજની દુકાનો ખાતે કાર્ડ ગ્રાહકો ની લાંબી લાઈનો લાગી હતી.

શહેરા નગર અને તાલુકામાં લોક ડાઉન ને લઇને નાના-મોટા તમામ ધંધા-રોજગાર બંધ છે. ગરીબ અને સામાન્ય વર્ગના લોકો માટે સરકાર દ્વારા કાર્ડ ગ્રાહકોને મફત અનાજ સહિતનો જથ્થો એક એપ્રિલથી આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી .જેને લઇને નગર અને તાલુકામાં આવેલ 95 જેટલી સસ્તા અનાજની દુકાન રાબેતા મુજબ સવારથી શરૂ થઈ ગઈ હતી. સસ્તા અનાજની દુકાનો ખાતે કાર્ડ ગ્રાહકોની લાંબી લાઈનો લાગી હતી. જ્યારે સસ્તા અનાજ ના દુકાનદારો દ્વારા સરકારના નિયમોનું પાલન કરવામાં આવી રહયુ હતુ. જ્યારે દુકાનોની બહાર માર્કિંગ સર્કલ બનાવીને કાર્ડ ગ્રાહકોને થોડુ અંતર રાખીને ઉભા રાખવામાં આવ્યા હતા. શાંતિપૂર્ણ માહોલમાં સસ્તા અનાજની દુકાનદારો દ્વારા કાર્ડધારકોને અનાજનુ વિતરણ કરવામાં આવી રહયુ હતુ. મામલતદાર મેહુલ ભરવાડ દ્વારા તાલુકામાં આવેલ અમુક દુકાનોની મુલાકાત લઈને તપાસ કરવામાં આવી રહી હતી. અને કાર્ડ ગ્રાહકોની પૂછપરછ કરીને દુકાનદારોને નિયમોનું પાલન કરવા સાથે જરૂરી સુચનો આપ્યા હતા. જ્યારે પોલીસ તંત્ર દ્વારા પણ તમામ દુકાનો ખાતે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવામાં આવ્યો હતો.

બોક્સ – શહેરા નગર અને તાલુકામાં આવેલ 95 સસ્તા અનાજની દુકાનોમાં 39, 956 કાર્ડ ગ્રાહકો ને સરકાર દ્વારા મળવાપાત્ર અનાજ નો જથ્થો મળી રહે તે માટે અનાજનો જથ્થો પહોંચી ગયો છે. મામલતદાર મેહુલ ભાઈ ભરવાડ દ્વારા તમામ દુકાનદારોને
જરૂરી સુચનો આપવામાં આવ્યા હતા.અને તેઓ દ્વારા ઓચિંતી મુલાકાત લેવામાં આવી હતી .જ્યારે સસ્તા અનાજની દુકાનો ખાતે પોલીસ કર્મીઓ સાથે ગામના સરપંચ અને અગ્રણીઓ ની ઉપસ્થિતિમાં અનાજનુ વિતરણ થઇ રહયુ હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here