રાજપીપળાની જિલ્લા રમતગમત અધિકારીની કચેરી ખાતે કાર્યરત કરાયેલું સ્પોર્ટ્સ પર્સન એમ્પ્લોયમેન્ટ ગાઇડન્સ એન્ડ એડવાઇઝરી સેન્ટર

18 થી 30 વર્ષની ઉંમરના રમતવીરો જે બેરોજગાર છે તેમને નોકરી અપાવવાની ભુમીકા અદા કરાશે

રાજપીપળા, નર્મદા
આશિક પઠાણ

ગુજરાત સરકારશ્રીના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા આગામી દિવસોમાં ગુજરાતના રમતવીરો/ખેલાડીઓને રોજગારી પ્રદાન કરવાના આશયથી સ્પોર્ટ્સ પર્સન એમ્પ્લોયમેન્ટ ગાઇડન્સ એન્ડ એડવાઇઝરી સેન્ટર યોજના – ૨૦૨૦-૨૧ અંતર્ગત તમામ જિલ્લામાં જિલ્લા રમત ગમત અધિકારીની કચેરીઓ ખાતે સ્પોર્ટ્સ પર્સન એમ્પ્લોયમેન્ટ ગાઇડન્સ એન્ડ એડવાઇઝરી સેન્ટર કાર્યરત કરવામાં આવેલ છે.

નર્મદા જિલ્લામાં સ્પોર્ટ્સ પર્સન એમ્પ્લોયમેન્ટ ગાઇડન્સ એન્ડ એડવાઇઝરી સેન્ટર જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી રૂમ નં. ૨૧૭, જિલ્લા સેવા સદન, બીજો માળ રાજપીપલા ખાતે કાર્યરત કરવામાં આવેલ છે.

ઉપરોક્ત સેન્ટર ખાતે જિલ્લાના રાજ્ય, રાષ્ટ્ર તથા આંતરરાષ્ટ્રીય કક્ષાએ પદક વિજેતા ૧૮ થી ૩૦ વર્ષની વયના ખેલાડીઓ/રમતવીરો કે જેઓ પાસે નોકરી નથી અને નોકરી કરવાની ઇચ્છા ધરાવતા હોય તે રમતવીરોને આ સેન્ટર ખાતે પોતાના નામ, જન્મ તારીખ, આધારકાર્ડ નંબર, સરનામુ, મોબાઇલ નંબર, ઇ-મેલ આઇ.ડી, તેમજ શૈક્ષણીક લાયકાતો, મેળવેલ સિધ્ધિઓની માહિતી, આપવાની રહેશે. આ સેન્ટર ખેલાડીઓ/રમતવીરોને નોકરી મેળવવા માટે માર્ગદર્શન આપશે અને મદદરૂપ થશે. જેથી જિલ્લાના વધુમાં વધુ ખેલાડીઓ/રમતવીરો આ યોજનાનો લાભ મેળવે તે માટે જિલ્લા રમતગમત અધિકારીશ્રી, નર્મદા તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here