નર્મદા : શુન્ય વ્યાજદરે મળનાર ધિરાણના સદઉપયોગ થકી આર્થિક ઉર્પાજનની સાથે મહિલાઓને પગભર થવાનું આહવાન કરતાં મહિલા અગ્રણી શ્રીમતી ભારતીબેન તડવી

મહાનુભાવોના હસ્તે GLESG ના પાંચ મહિલા સ્વસહાય જૂથોને કુલ રૂા. ૫/- લાખની શૂન્ય વ્યાજદરના ધિરાણ મંજૂરીપત્રો એનાયત

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાના ઈ-લોન્ચીંગનો તિલકવાડા ખાતે યોજાયો કાર્યક્રમ

રાજપીપલા(નર્મદા), 18/09/2020
આશિક પઠાણ

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજ્યભાઇ રૂપાણીના હસ્તે ગઇકાલે ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાના રાજ્યવ્યાપી યોજાયેલા ઇ-લોન્ચીંગ કાર્યક્રમના ભાગરૂપે નર્મદા જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારના તિલકવાડા ખાતે શ્રી કે.એમ.શાહ સાર્વજનિક હાઇસ્કુલ ખાતે મહિલા અગ્રણી શ્રીમતી ભારતીબેન તડવી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એલ.એમ.ડિંડોર, તાલુકા વિકાસ અધિકારીશ્રી ડી.બી.ચાવડા, લીડ ડિસ્ટ્રીકટ બેંક મેનેજરશ્રી ગોવિંદભાઇ પ્રજાપતિ, વિવિધ બેન્કોના પ્રતિનિધિશ્રીઓ સહિત અન્ય મહાનુભાવો, સ્વસહાય જૂથની બહેનો વગેરેની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમને દિપપ્રાગટય દ્રારા ખૂલ્લો મૂકાયો હતો.

મહિલા અગ્રણી શ્રીમતી ભારતીબેન તડવીએ તેમના ઉદબોધનમાં મુખ્યમંત્રીશ્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત લાભાર્થી મહિલા જૂથોને શૂન્ય વ્યાજદરે મળનાર ધિરાણનો સદઉપયોગ કરી યોગ્ય આર્થિક ઉપાર્જનની સાથે મહિલાઓને પગભર થવાનું આહવાન કર્યુ હતું. તેમણે આર્થિક સહાય દ્રારા યોગ્ય નિર્ણય લઇ આવકની નવી તકો ઉભી થાય તે માટે બહેનોને જરૂરી માર્ગદર્શન સાથે પ્રોત્સાહન પુરૂં પાડયુ હતું.

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે GLESG ના – ૫ ગૃપની બહેનોને રૂા. ૧ લાખ લેખે કુલ રૂા. ૫ લાખના ધિરાણ મંજુરી પત્રોનુ વિતરણ કરવાની સાથે તે અંગેના MOU કરાયાં હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાની જાણકારી માટે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્રારા જરૂરી સમજ અપાઇ હતી.

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એલ.એમ.ડિંડોરે કાર્યક્રમની રૂપરેખા આપી હતી, તાલુકા વિકાસ અધિકારીશ્રી ડી.બી.ચાવડાએ તેમના સ્વાગત પ્રવચનમાં સૌને આવકાર્યા હતા. તેમજ અને અંતમાં તિલકવાડાના મદદનીશ તાલુકા વિકાસ અધિકારી આભારદર્શન કર્યુ હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here