નર્મદા જિલ્લામાં કોરોના વોરીયર્સ તરીકે તબીબો, આરોગ્ય-પોલીસ કર્મીઓ ઉપરાંત કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયેલા દરદીઓને સન્માનિત કરાયા

નર્મદા કલેક્ટરે પ્રશસ્તિપત્રો એનાયત કરી સન્માનિત કર્યાં

મેડીકલ ઓફિસર ડૉ કશ્યપ, ડૉ સુમન, ધનંજય વલવી સહિત ડૉ મેણાત નુ સન્માન કરાયુ

રાજપીપલા(નર્મદા),
આશિક પઠાણ

રાષ્ટ્રના ૭૪ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે આજે નર્મદા જિલ્લાના મુખ્યમથકે રાજપીપલામાં યોજાયેલા ધ્વજવંદન સમારોહમાં નર્મદા જિલ્લા કલેકટરશ્રી મનોજ કોઠારીએ પ્રવર્તમાન કોવીડ-૧૯ ની મહામારીની પરિસ્થિતિમાં લોકડાઉન દરમિયાન જિલ્લા આરોગ્યતંત્ર દ્રારા થયેલી વિશેષ કામગીરીનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, જિલ્લામાં એપ્રિલ-૨૦૨૦ થી આજદિન સુધી ૨૭૨ આરોગ્ય ટૂકડીઓ દ્રારા સર્વેલન્સની કામગીરી દરમિયાન ૫,૮૫,૪૮૩ વ્યકિતઓનું સર્વે કરીને આરોગ્ય તપાસમાં તાવ, શરદી, ખાંસી વગેરે જેવા મળી આવેલા ૨૨,૦૮૩ દરદીઓને જરૂરી સારવાર-માર્ગદર્શન ઉપરાંત ૧૪ જેટલા ધનવંતરી આરોગ્ય રથ દ્રારા ૩૩,૦૯૨ ઓપીડીમાં આરોગ્ય તપાસણી દરમિયાન તાવ, શરદી, ખાંસી વગેરેના મળી આવેલાં ૩,૫૯૦ દરદીઓને સ્થળ ઉપર જ જરૂરી સારવાર પૂડી પાડવામાં આવી છે. ૪૮ હજારથી વધુ વ્યકિતઓએ આરોગ્ય સેતૂ એપ્લીકેશન ડાઉનલોડ કરીને આરોગ્યલક્ષી સતત માર્ગદર્શન મેળવી રહયાં હોવાનું પણ તેમણે ઉમેર્યુ હતું.

કોવીડ-૧૯ ની મહામારીમાં કોરોના વોરીયર્સ તરીકે વિશિષ્ટ નોંધપાત્ર સેવાઓ આપનાર તબીબો, મેડિકલ ઓફિસર ડો કશ્યપ, બ્લોક હેલથ ઓફિસર ડૉ સુમન રાજપીપળા ના મેડિકલ ઓફિસર ડૉ ધનંજય વલવી, કોવિડ 19 હોસ્પિટલમાં ફરજ બજાવતા ડૉ મેણાત સહિત આરોગ્ય કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓ, ૧૦૮ એમ્બ્યુલન્સ સ્ટાફ, નગરપાલિકાના સફાઇ કર્મચારીઓ, શ્રી સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ, બોરીદ્દા ગામના શિક્ષકશ્રી અનિલભાઇ મકવાણા ઉપરાંત કોરોનાને મ્હાત આપીને સ્વસ્થતા પ્રાપ્ત કરનાર દરદીઓને પ્રશસ્તિપત્ર એનાયત કરી તેમનું બહુમાન કરાયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here