પંચમહાલ જિલ્લામાં વધુ ૧૫ વિસ્તારો કલસ્ટરમુક્ત જાહેર કરાયા

ગોધરા(પંચમહાલ),

પંચમહાલ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એલ.બી બાંભણિયા (જી.એ.એસ.) દ્વારા ધ ગુજરાત એપિડેમિક ડિસીઝ કોવિડ-૧૯ રેગ્યુલેશન્સ, ૨૦૨૦ની કલમ-૧૧ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, ૨૦૦૫ની કલમ-૩૦ અને ૩૪ હેઠળ મળેલા અધિકારની રૂએ જિલ્લાના ક્લસ્ટર કન્ટેઈન્મેન્ટ એરિયા તરીકે જાહેર કરેલ વિસ્તારો પૈકી વધુ ૧૫ વિસ્તારોને ક્લસ્ટરમુક્ત જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારોમાં હાલોલ નગરપાલિકામાં સમાવિષ્ટ પાર્શ્વનાથ સોસાયટીનો વિસ્તાર, સરકારી વસાહતનો વિસ્તાર, કલ્પતરૂનો વિસ્તાર, રણછોડ નગર-૨નો વિસ્તાર, કડાચલા ગામનો વિસ્તાર, નટવરનગર અને પારેખ ફળીયાનો વિસ્તાર, હાલોલ તાલુકાના પ્રતાપપુરાગામમાં સમાવિષ્ટ દુણીયાનો વિસ્તાર, મઘાસર ગામનો વિસ્તાર, તરખન્ડા ગામમાં સમાવિષ્ટ ત્રિકમપુરા ગામનો વિસ્તાર, જેપુરા અને પ્રતાપપુરા ગામનો વિસ્તાર, કણજરી ગામમાં સમાવિષ્ટ ગોદરિયા ફળીયા, નટવરનગર અને હરીદર્શનના વિસ્તાર સહિતના વિસ્તારનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here