કોવિડ મહામારીને ધ્યાને રાખી ૭૦ રૂપિયાના નજીવા ખર્ચે આ સેવા શરૂ કરાઇ..

પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા તમામ પેન્શનરોને ઘરે બેઠા બાયોમેટ્રિક ડિજીટલ જીવન પ્રમાણપત્રની સુવિધા ઉપલબ્ધ કરવાઈ

ગોધરા(પંચમહાલ),

પંચમહાલ પોસ્ટ વિભાગની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા તમામ પેન્શનરો માટે આધાર કાર્ડ આધારિત બાયોમેટ્રિક ડિજીટલ જીવન પ્રમાણપત્ર બનાવી આપવાની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. આ સુવિધાનો ઘરે બેઠા લાભ લેવા માટે નજીકની કોઈ પણ પોસ્ટ ઓફીસનો સંપર્ક કરવાનો રહેશે. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની ઘરેબેઠા સેવાની સર્વિસનો ઉપયોગ પણ કરી શકાય છે.આ જીવન પ્રમાણ પત્ર સીધુ પેંશન વિતરણ વિભાગની સાથે અપડેટ થઇ જાય છે. આ સેવા ૭૦ રૂપિયાના નજીવા ખર્ચે પ્રાપ્ત કરી શકાશે. કોવિડ-૧૯ની મહામારીથી બચવા તમામ પેંશનરોને ઘરે બેઠા ડિજીટલ જીવન પ્રમાણપત્ર મેળવવા માટે નજદીકની પોસ્ટ ઓફીસનો સંપર્ક કરવા સલાહ આપવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here