કાલોલની સુપેડા હોસ્પિટલ પાસે વૃદ્ધને ટક્કર મારી કારચાલક ફરાર, ઇજાગ્રસ્ત વૃદ્ધ સારવાર હેઠળ

કાલોલ(પંચમહાલ),
મુસ્તુફા મિર્ઝા

કાલોલ કૃષ્ણ નગર સોસાયટીમાં રહેતા મૂળ બેઢીયા ગામના નિવાસી ઉદેસિંહ ભારત સિંહ ચૌહાણ ઉ. વ ૬૩ ચાલતા શાકભાજી લેવા માટે સ્ટેશન તરફથી કાલોલ તરફ જતા હતા તે દરમિયાન સુપેડા હોસ્પિટલ પાસે ડેરોલ સ્ટેશન થી કાલોલ તરફ જતો હ્યુન્ડાઈ કાર ચાલક પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી ઉદેસિંહ ચૌહાણને પાછળથી ટક્કર મારી દેતા તેઓ રોડ પર નીચે પછડાતાં ડાબા પગે ઘૂંટણ તથા પંજાના ભાગે પાનીના ભાગે તેમજ ડાબા હાથની આંગળીઓ તેમજ પંજાના ભાગે ઇજાઓ કરી કાર ચાલક પોતાની કાર લઇને ભાગી છૂટયો હતો કારચાલક નુ આગળનું બમ્પર નંબર પ્લેટ સહિત અકસ્માતના સ્થળે નીચે પડી ગયેલ હતું અકસ્માત સ્થળે લોકટોળા એકત્ર થયા હતા.વૃદ્ધને શરૂઆતમાં ખાનગી દવાખાને ત્યારબાદ કાલોલ સરકારી દવાખાને અને વધુ સારવાર માટે ગોધરા સરકારી દવાખાને ખસેડાયા હોવાનું જાણવા મળ્યું છે. રાજેશકુમાર ઉદેસિંહ ચૌહાણ દ્વારા કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી કાલોલ પોલીસે જી.જે ૩૫ સી.બી ૭૭૭૭ નંબરના હ્યુન્ડાઈ કાર ચાલક વિરૂધ્ધ મોટર વ્હીકલ એક્ટ ની કલમો સહિત ઇ.પી.કો કલમો હેઠળ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here