કાલોલ તાલુકાના ખેડા ગામમાં ખુલ્લા ખેતરમાં વીજ કરંટ છોડવાથી એકનું મોત

કાલોલ(પંચમહાલ),
મુસ્તુફા મિર્ઝા

કાલોલ તાલુકાના ખેડા ગામમાં આવેલા મોટા ફળિયામાં રહેતા વિક્રમભાઈ છગનભાઈ પરમાર પોતાના મકાઈ વાળા ખેતર તથા બાજુવાળા ગીરવતસિંહ પરમારના ખેતરની વચ્ચે આવેલા પાણીના શેઠા ફરતે સાડીઓ બાંધી લોખંડના તારથી વાડ કરી વીજકરંટ ચાલુ રાખેલ. આવી જ કારણથી કોઇપણ ઈસમને કરંટ લાગશે તેમ જાણવા છતાં પણ ગંભીર ગુનાહિત બેદરકારી રાખીને ચાલુ રાખતા આ ખેતરની બાજુમાં આવેલા અંકિત ભાઈના પડતર ખેતરોમાં ઢોર ચરાવવા માટે અંકિતભાઈ રતનભાઇ પરમાર તથા રણજીતભાઈ પરમાર એ બે જણા ઢોર ચરાવતા હતા તે દરમિયાન વીજ કરંટ વાળા ખેતરના શેઢા તરફ ગાય જતા ગાયને વળાવવા માટે અંકિતભાઈ ગયા હતા જ્યાં તેઓનો પગના નળાના ભાગે અચાનક વીજ કરંટ લાગતા તેઓને છોડાવવા રંગીતભાઈ ભુદરભાઈ જતા તેમને જોરદાર કરંટ નો ઝાટકો લાગતા ફેંકાઈ ગયા હતા. બીજી તરફ અંકિતભાઈ રતનભાઇ પરમાર ઉંમર વર્ષ ૧૩ રે મોટું ફળીયુ ખેડા તા કાલોલ જી પંચમહાલ કરંટ લાગતા સ્થળ ઉપર મરણ પામ્યા હતા જે અંગેની ફરિયાદ ગિરવતસિંહ રતનસિંહ પરમારે વેજલપુર પોલીસ મથકે નોંધાવતા પોલીસે ઈપીકો કલમ ૩૦૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here