નર્મદા જિલ્લા ઇન્ચાર્જ કલેકટરશ્રી અંકિત પન્નુના અધ્યક્ષસ્થાને પંચાયત વિકાસ સૂચકાંકની બેઠક યોજાઈ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

નર્મદા જિલ્લા ઇન્ચાર્જ કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુના અધ્યક્ષસ્થાને પંચાયત વિકાસ આંક – PDI ની બેઠક યોજાઈ હતી. ઇન્ચાર્જ કલેક્ટર અંકિત પન્નુએ સંબંધિત અધિકારીઓ સાથે પંચાયત વિકાસ સૂચકાંકના કુલ ૫૭૭ મુદ્દાઓ પર પંચાયતના વિકાસનું માપન અને પંચાયત વિકાસ સૂચકાંક વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી.

આ બેઠકને સંબોધતા અંકિત પન્નુએ પંચાયત વિકાસ સૂચકાંકને અનુલક્ષીને સ્વચ્છતા, શૌચાલયોની સ્થિતિ, આંગણવાડી, શાળાઓ, આરોગ્ય, ખેતી-પશુપાલનની સ્થિતિ, રોડ, વીજળી, પાણી સહિતની માળખાકીય સુવિધાઓ સહિતના અનેકવિધ પ્રશ્નો, આંકડાઓ અને વિગતોની પોર્ટલ પર કરવાની થતી એન્ટ્રી અંગે સમજણ પુરી પાડી સંબંધિત અધિકારીઓને મુંઝવતા પ્રશ્નોનું નિરાકરણ અંગે માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.

આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર સી.એ.ગાંધી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે.જાદવ, દેડિયાપાડાના પ્રાંત અધિકારી આનંદ ઉકાણી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સુધાબેન વસાવા સહિત જિલ્લા-તાલુકાના સંબંધિત અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here