શહેરા-લુણાવાડા હાઇવે પર આવેલ લાભી પાટીયા પાસે શોર્ટ સર્કિટ થવાના કારણે મારૂતિ વાન કારમાં અચાનક આગ લાગી

તસ્વીર

શહેરા નગરપાલિકાની ફાયરની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો

ઇમરાન પઠાણ, શહેરા(પંચમહાલ)

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના લાભી પાટીયા પાસે મારૂતિ વાન કારમાં શોર્ટ સર્કિટ થવાના કારણે અચાનક આગ લાગી હતી  શહેરા તાલુકાના ધાંધલપુર ગામેથી મારૂતિ કાર લઇ બે વ્યક્તિઓ મહિસાગર જિલ્લાના શીગનલી ગામે કોઈ કામ અર્થે ગયા હતા કામ પતાવી પસાર થતા શહેરા લુણાવાડા હાઇવે ઉપર આવેલ લાભી પાટીયા પાસે અચાનક સોર્ટ સર્કિટ થવાના કારમાં આગ લાગી જવાની ઘટના બનતા મારૂતિ વાન કારમાં આગ લાગતા આકાશમાં ધુમાડાના ગોટા-ગોટા જોવા મળ્યા હતા શહેરા નગરપાલિકાની ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો આગ લાગવાની ઘટના બનતા ડ્રાઇવર સહિત એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો ઘટનાસ્થળે કોઈ જાનહાનિ નહીં સમજાતા આસપાસના રહીશોએ હાશકારો અનુભવ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here