૪૫ લાખ નહિ એક કરોડ વળતર આપો : સાહિદ મન્સૂરી, ભીલીસ્તાન સેના દ્વારા કેન્ડલ માર્ચ યોજી લખીમપુરના સહિદ ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપી

ડભોઇ,(વડોદરા) સરફરાઝ પઠાણ :-

આજરોજ ડભોઇ મહુડીભાગોળ થી લઈ ટાવર ચોક રહી ખેતીવાડી બજાર પાસે આવેલ બાબાસાહેબ આંબેડકર ચોક સુધી ભીલીસ્તાન સેના દ્વારા કેન્ડલ માર્ચ યોજી લખીમપુર ના સહિદ ખેડૂતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ જ્યારે હા કેન્ડલ માર્ચ રેલીનું આયોજન ડભોઇના મહુડી ભાગોળ વિસ્તારથી લઈ ટાવરચોક રહી વડોદરી ભાગોળ થઈ ખેતીવાડી બજાર સમિતિ પાસે આવેલ બાબા ભીમ રાવ આંબેડકર સાહેબ ની પ્રતિમા પાસે સમાપન કરી બે મિનિટ નું મૌન પાળી શહીદ ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી જેમાં ભીલીસ્તાન સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ શાહિદ મનસુરી એ માંગ કરી હતી કે લખીમપુરમાં ખીરી ઇલાકા ખાતે મંત્રીના પુત્ર દ્વારા ખેડૂતો પર ગાડી ચલાવી જાનથી મારી નાખવામાં આવ્યા છે અને ખેડૂતો સાથે અવારનવાર આવા અત્યાચાર ગુજારવામાં આવી રહ્યા છે. સાથે દિલ્હીમાં પણ ખેડૂતો કેટલાક સમયથી ન્યાય માટે લડી રહ્યા છે અને વારંવાર ખેડૂતોને અત્યાચાર કરી મોતને ઘાટ ઉતારવામાં આવે છે અને સરકાર દ્વારા તેઓને વળતર આપી ચૂપ કરી દેવાની કોશિશ કરાય છે ખેડૂતોને ન્યાય અને દેશમાં સ્થાન ક્યારે મળશે તેવા સવાલો સરકાર સમક્ષ ઉઠાવ્યા હતા સાથે ભીલીસ્થાન સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ શાહિદ મન્સૂરીએ મૃતક ખેડૂતોને 45 લાખ નહિ પણ 10,000,00 રૂપિયાનું વળતર આપવા અને ફરીવાર આવા કૃત્ય કરનાર સામે કડક કાર્યવાહી થાય તેમજ જે દોશી છે તેઓને આજીવન કેદની સજા થાય એવી સરકાર સમક્ષ માગણી કરાઇ હતી. જ્યારે કેન્ડલ માર્ચ રેલીમાં ભીલીસ્તાન સેના ના રાષ્ટ્રીય અધ્યક્ષ શાહિદ મન્સૂરી, સંગઠન મંત્રી અજરુદ્દીન મન્સૂરી, ડભોઇ શહેર પ્રમુખ સોયબ મિર્ઝા,અને ઉપપ્રમુખ સૈયદહુસેન હનીફભાઈ,જગદીશ ભાઈ,સિરાજ ભાઈ તેમજ ભિલિસ્તાંન સેનાના નામી અનામી કાર્યકરો ઉપસ્થિત રહી ઉત્તરપ્રદેશ ના લખીમપુર માં મૃત્યુ પામેલા ખેડૂતો ને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here