નસવાડી તાલુકાની અંબાડા પંચાયતમાં વિજેતા બન્યા રિટાયર્ડ પી આઈ… ગ્રામ્યજનોમાં ખુશીનો માહોલ…

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

પંચાયતી ધારાની કલમો મુજબ કામગીરી થશે

નસવાડી તાલુકાની અંબાડા ગ્રામ પંચાયત જેમાં સાત ગામોનો સમાવેશ થાય છે અને એ પંચાયતમાં નિવૃત પી આઈ જવાહરભાઈ તડવી એ ઉમેદવારી નોંધાવી હતી અને લગ ભાગ દોઢ વર્ષ પહેલાં અમદાવાદ સીટી માં નોકરીમાંથી નિવૃત થયા હતા એ સરપંચ પદે ચૂંટાય આવ્યા છે અને ગામ લોકો એ પણ એમને આવકાર્યા છે જેમાં લોકો ના કહેવા મુજબ ભણેલા ગણેલા ઉમેદવારને જીતાડવા માટે લોકોએ મન મુકીને વોટિંગ કર્યું હતું અને અંબાડા પંચાયતમાં સરપંચ તરીકે જવાહરભાઈ તડવી ને ચુટી લાવ્યા છે જે સાત ગામો છે એ સાતે સાત ગામના મતદારોએ દિલ થી મત આપી વિજય બનાવ્યા છે અને અંબાડા પંચાયત નું ગામ સીમડિયા ગામની પેટી ગાયબ થઈ હતી જેમાં પોલીસ પબ્લિક વચ્ચે ઘર્ષણ થયું હતું પોલીસે આ બાબતે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે અને આરોપીઓ ની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે અને એમાં સૌથી પહેલા નિવૃત પોલીસ અધિકારીએ પોતાના ગામના મતદારોને છોડાવવા ની કામગીરી શરૂ કરી હતી અને એમના જણાવ્યા મુજબ ગામના તમામ પ્રશ્નોનું નિવારણ કરીશ અને ગામના ઘણા બધા પ્રશ્નો હજુ હલ થતા નથી તેની કામગીરી કરવા હું તત્પર રહીશ અને ગામના વિકાસ માટે હું ખડે પગે ઉભો રહી નિઃ સ્વાર્થે કામ કરીશ એમ જણાવી તમામ મતદારો નો આભાર માન્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here