ડીસામાં નવરાત્રી પર્વને લઇ ફૂલોના ભાવ આસમાને પહોંચ્યા…

ડીસા,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

લાલ ગુલાબ 400 થી 500 તો ગલ ગોટા 70 થી 80 રૂપીએ કિલો

ડીસા સહિત સમગ્ર ગુજરાતમાં આજથી આદ્યશક્તિ માં અબે ના નવલા નોરતાનો પ્રારંભ થઇ રહ્યો છે અને આ વર્ષે સરકાર દ્વારા પણ નવરાત્રી પર્વની ઉજવણી કરવાની છૂટ આપવામાં આવી છે ત્યારે આજથી શરૂ થતા ભક્તિના પર્વને લઇ ફૂલ બજારમાં તેજી જોવા મળી રહી છે 15 દિવસ અગાઉ જે ફુલ 100 રૂપિયા કિલો હતા તે હાલમાં ચારસોથી પાંચસો રૂપિયા થઈ ગયા છે આમ ફૂલો ના ભાવ હાલમાં આસમાને પહોંચી ગયા છે.

ડીસા શહેરમાં આજથી નવલા નોરતાનો પ્રારંભ થઇ રહ્યો છે અને સરકારે આ વખતે શેરી ગરબામાં 400 લોકો સાથે નવરાત્રિ પર્વ ઊજવવાની મંજૂરી આપી છે ત્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું છે ત્યારે નવરાત્રી પર્વને લઇ ફુલ બજારની અંદર ફૂલ ગુલાબી તેજી આવી ગઈ છે 15 દિવસ અગાઉ ગલગોટા ફૂલ નો ભાવ 10 થી 15 રૂપિયા કિલો હતા તેનો ભાવ હાલમાં ૭૦થી ૮૦ રૂપિયા થઈ ગયો છે જ્યારે લાલ ગુલાબ ની વાત કરીએ તો લાલ ગુલાબ નો ભાવ અગાઉ ૧૦૦ રૃપિયા કિલોના હતા જેનો ભાવ હાલમાં 400 થી 500 રૂપિયા કિલો થઈ ગયો છે.આમ નવરાત્રી પર્વમાં ફૂલોની માંગ વધુ હોવાના લીધે ભાવ પણ આસમાને પહોંચી ગયા છે આ અંગે ફૂલ ના વેપારી માર્શલ ભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે આજથી નવરાત્રિ શરૂ થવાની સાથે ફૂલ બજારમાં તેજી આવી ગઈ છે અને ભાવમાં ખૂબ જ વધારો થયો છે લાલ ગુલાબ એક કિલો ના 100 હતા તે હાલમાં ચારસોથી પાંચસો રૂપિયા થઈ ગયા છે તો ગલગોટા જે દસ રૂપિયે કિલો હતા તેનો ભાવ હાલમાં ૭૦થી ૮૦ રૂપિયા થઈ ગયો છે.

પોલીસે ૫૦ થી વધુ ગરબા આયોજકોને આપી મંજૂરી

ડીસા શહેરમાં વેદાંત બંગ્લોઝ શ્યામ બંગ્લોઝ સાર્થક બંગ્લોઝ સિંધી કોલોની લાલ ચાલી સોની બજાર ડાયમંડ સોસાયટી સહિત વિવિધ વિસ્તારોમાં નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું છે જેમાં દક્ષિણ અને ઉત્તર પોલીસ દ્વારા ૫૦થી વધુ ગરબા આયોજકોને નવરાત્રી મહોત્સવ ની મંજૂરી આપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here