હાલોલ તાલુકાનું બાસકા ગામ સરકારી બસ સેવાથી વંચિત…

હાલોલ, (પંચમહાલ) ઈરફાન શેખ :-

GSRTC M.D સાહેબના સખત આદેશ હોવા છતાં S.T નિગમના ડ્રાઇવર કંડક્ટરોની મનમાની

હાલોલ તાલુકાના બાસ્કા ગામ ખાતે આશરે છેલ્લા પાંચ એક વર્ષથી એસટી બસનો કોઈ જ પત્તો નથી છેલ્લા બે વર્ષ એટલે કે 2021 અને 2022 પછી તો જે ગણ્યા ગાંઠિયાની એકાદ બસ ભૂલે ચૂકે બાસ્કામાં પ્રવેશ કરતી હતી તે પણ હવે જોવા મળતી નથી,જેથી બાસ્કા ગામના અને આસપાસના ગામોમાંથી નોકરી ધંધા તથા સ્કૂલ I.T.I જનારાઓને ખૂબ જ અગવડ પડતી હોય છે લોકોને બસોની રાહ જોઈને ના છૂટકે છેલ્લે થાકીને પ્રાઇવેટ વાહનોનો આશ્રય લેવો પડતો હોય છે અને જો બસ કદાચ બાસ્કા ગામમાં ભૂલે ભટકે આવી જાય તો પણ એટલી થાકેલી બસો મોકલવામાં આવતી હોય છે કે જો મુસાફર ઓણ બેસે તો પોર પહોંચે અને જો એક મિનિટ બસ બાસ્કામાં ઉભી રહી ગઈ હોય તો કંડકટર અને ડ્રાઇવર બંનેવના પેટમાં દુખી જતું હોય છે કંડકટર પેસેન્જરને મન ફાવે તેમ બોલતા હોય છે જેથી અનેકો વખત નાની-મોટી તકરારો પણ થઈ જતી હોય છે
સૌથી મહત્વની વાત એ છે કે બાસ્કા ની અંદર આશરે ચારેક કિલોમીટરના અંતરે પવિત્ર યાત્રાધામ ખાતે શ્રી નારાયણ આંખની હોસ્પિટલ આવેલી છે જ્યાં આંખના ઓપરેશન અર્થે દર્દીઓ દૂરો – દરાજ થી આવતા હોય છે જેનું મુખ્ય સ્ટેન્ડ બાસ્કા હોય તે છતાંય આ લોકો બાસ્કા ગામમાં ડ્રાઇવર કંડકટર બસને પ્રવેશ કરાવતાં નથી અને ઉંમરવાળા દર્દીઓને હોટલ સર્વોત્તમ પાસે હાઇવે ઉપર ઉતારી મૂકીને હાલોલ તરફ વધી જતી હોય છે તો આ દર્દીઓની સાથે તે દરમિયાન જો કોઈ ઘટનાક્રમ બને તો તેનો જવાબદાર કોણ રહેશે વડોદરા ડેપો કે પછી હાલોલ ડેપો?
વધુમાં પંચમહાલ ડિસ્ટ્રિક્ટ ના બારીઆ, હાલોલ, લુણાવાડા, શહેરા, ગોધરા, સંતરામપુર ડેપોની બસો તથા વડોદરા ડીસ્ટ્રીક ની આણંદ,નડિયાદ, કરજણ,ડભોઇ ડેપોની બસો પણ બાસ્કા આસોજ અને જરોદ બાયપાસ કરીને પસાર થઈ જતી હોય છે આ અંગે એક જાગૃત પત્રકારે લેખિતમાં પંચમહાલ ડી.સી બરોડા ડી.સી અને G.S.R.T.C ના ગુજરાત હેડ ઓફિસના એમડી મેન શાખા અમદાવાદ ખાતે લેખિતમાં R.P.A.D દ્વારા જાણ કરવા છતાં આ ડેપોના વહીવટ કર્તા ઓની ઊંઘ ઊડતી નથી
ગુજરાત એમ.ડી દ્વારા પંચમહાલ બરોડાના ડી.સી ને જાણ કરવામાં આવી છે કે આ અંગે એક પણ ડ્રાઇવર કંડકટર જો બાયપાસ કરીને નીકળી જાય તો તેમની વિરુદ્ધ સખ્ત માં સખ્ત પગલાં ભરવાના આદેશ આપ્યા હોવા છતાં આ ડેપો મેનેજરો કુંભકર્ણની નિંદ્રામાં સુઈ રહ્યા હોય તેવું વ્યતિત થઇ રહ્યું છે. અને જ્યારે G.S.R.T.C ના એમ.ડી સાહેબ શ્રી દ્વારા જો આવા ડ્રાઇવર અને કંડક્ટરો વિરુદ્ધ સખત પગલાં લેવાના આદેશ આપ્યે હોવા છતાંય ડેપો મેનેજર અને ડ્રાઇવર કંડકટર વચ્ચે શું રંધાય રહ્યું છે તે કાઈંજ સમજાતું નથી તેની ચર્ચા વિચારણા મુસાફરોમાં જોરો સોરોથી થઈ રહી છે.
બારીઆ ડેપો ની બારીઆ વડતાલ બસને ડ્રાઇવર કંડક્ટરો બાય પાસ હાંકી જતા બદ નસીબે બસ બાય પાસ રોડ ઉપર બગડી ગયેલ હાલત મા નજરે પડે છે.
જો આ અંગે તત્કાલ કાર્યવાહી કરવામાં નહિ આવે તો મુસાફરો અને સ્થાનિક રહીશો દ્વારા ઊંચ કક્ષાએ આવેદન પત્ર આપવાની ચીમકી ઉચ્ચારી છે.
તો શું આ એસટી તંત્ર આવા ડ્રાઈવર કંડક્ટરો ઉપર નાથ નાખશે ખરા.? તેતો આવનાર સમાય જ બતાવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here