છોટાઉદેપુર જિલ્લામાં ખાણ ખનીજનો સપાટો… અવેધ રેતી ખનન મરતા માફિયાઓમાં ફફડાટ…

છોટાઉદેપુર, ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લામાં જામલા ગામ પાસે આવેલ ઓરસંગ નદીના પટ પૈકી ખાતે જેસીબી મશીન દ્વારા રેતી ચોરીની બાતની ને આધારે છોટાઉદેપુર ખાન ખનીજ ના અધિકારીઓ વેસ પલટો કરીને જામલા ઓરસંગ નદીના પટમાં સાદી રેતી ચોરતા એક જેસીબી મશીન અને બે ટ્રેક્ટર સીઝ કર્યા હતા મળતી માહિતી મુજબ બાતમી ના આધારે ભૂસ્તરશાસ્ત્રી અધિકારી એન એ પટેલ સાહેબ ની સૂચના ની અનુસંધાને છોટાઉદેપુર ખાન ખનીજ રોયલ્ટીસ્પેક્ટર જયદીપભાઇ ગેડિયા અને માઈન્સ સુપરવાઇઝર જલુભા સિસોદિયા અને આશિષ પટેલ તથા સર્વોદય ખુશાલભાઈ દ્વારા જામલા ઓરસંગ નદીના પટ જંગલમાં અંતરિયાળ વિસ્તારમાંથી ખેડૂતોનો વેશ પલટો કરી આશરે બે થી ત્રણ કિલોમીટર જંગલમાં ચાલતા જઈ અને અને નદીપટને દોડીને ક્રોસ કરી રેતી ખનન કરતું જેસીબી મશીન તેમજ બે ટ્રેક્ટર પકડવામાં આવ્યા હતા અને તમામ વાહનોને સ્વીચ કરી છોટાઉદેપુર પોલીસને કસ્ટડીમાં સોંપવામાં આવ્યા હતા આશરે ૩૫ લાખનો મુદ્દામાલ ચપ્ત કરવામાં આવ્યો છે ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં રેતી ચોરી માફિયામાં ફફડાટ જોવા મળ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here