રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસ : અરવલ્લી જિલ્લાના માછીમાર / મત્સ્ય ખેડૂતો માટે માર્ગદર્શન શિબિરનું આયોજન

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

અરવલ્લીના મોડાસા ખાતે સરકારશ્રીની વિવિધ યોજનાઓની માહિતી મળે તેમજ કેન્દ્ર સરકારશ્રીની મહત્વ ની પ્રજાલક્ષી યોજના k.c.c તથા જૂથ વીમા યોજના ના લાભ મત્સ્ય ખેડૂતોને મળે તે બાબતે માર્ગદર્શન શિબિરનું આયોજનકરવામાં આવ્યું.
ભારતમાં દર વર્ષે ૧૦ જુલાઈના રોજ રાષ્ટ્રીય મત્સ્યપાલક દિવસ ઉજવવામાં આવે છે. ગુજરાત રાજ્ય વિશાળ દરિયા કિનારાથી સમૃદ્ધ છે. ત્યારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશા નિર્દેશનમાં બ્લુ ઇકોનોમી વેગ આપવા કેન્દ્ર તથા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. આ દિવસની ઉજવણીનો ઉદ્દેશ તમામ માછીમારો, માછલી ઉછેરતા ખેડૂતોને, માછીમારોને આર્થિક રીતે સદ્ધર થાય અને તેમનું જીવનધોરણ ઊંચું આવે તે હેતુથી સરકારશ્રી દ્વારા અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવી છે.

અરવલ્લી જિલ્લાનાં મત્સ્યોધોગ અધિક્ષકશ્રી મહેશ ઈશ્વરભાઈ થલોટીયાએ જિલ્લાની મત્સ્યોધોગ પ્રવૃત્તિ અને વિવિધ યોજનાઓની માહિતી આપી, અરવલ્લી જિલ્લામાં 125 તળાવો ઇજારા પર મત્સ્યોધોગ પ્રવૃત્તિ માટે આપવામાં આવેલ છે. જેમાં ઇજારાની 167 lakh આવક થઈ છે. જિલ્લાના મેશ્વો, માજુમ, ઇન્દ્રાસી, હાથમતી તેમજ વાત્રક જળાશયમાં 2722 જેટલાં ફિશ કેજ ક્લચર સ્થાપવામાં આવેલ છે, અને લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી ઉપલબ્ધ થાય છે. મત્સ્યોધોગ અધિક્ષકશ્રી થલોટીયાએ વધુમાં જણાવ્યું અરવલ્લી જિલ્લામાં મત્સ્યોધોગ ક્ષેત્રે વિપુલ તક છે, જે માટે મત્સ્યોધોગ ખાતા દ્વારા વિવિધ યોજનામાં લોકોને સાંકળીને સ્થાનિક કક્ષાએ પરોક્ષ અને પ્રત્યક્ષ રોજગારી મળે તે માટે અથાગ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.

આ શિબિરમાં સાબરકાંઠા મત્સ્યોધોગ જિલ્લા અધિકારીશ્રી, ટી. ડી. પુરોહિત સાહેબ, જિલ્લા ની મત્સ્યોધોગ મંડળીઓ ના પ્રમુખો, મત્સ્ય ખેડૂતો હાજર રહેલા, રાજ્ય માં મત્સ્ય ખેડૂતો ને દરેક યોજનાનો લાભ સમયસર મળે તે માટે ikhedut અને esarkar નાં સુચારુ અમલ માટે મત્સ્યોધોગ નિયામકશ્રી નીતિન સંઘવાન (i.a. s) નો મત્સ્ય ખેડૂતોએ આભાર માન્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here