હાલોલ તાલુકાના નાવરીયા ગામે ખેતરમા ઉગાડેલ લીલા ગાંજાના છોડ સાથે એક આરોપીને રંગે હાથે પકડી પાડતી પંચમહાલ એસ.ઓ.જી. પોલીસ

હાલોલ,(પંચમહાલ) રમેશ રાઠવા :-

નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી એમ.એસ. ભરાડા સાહેબ પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા તથા પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ સોલંકી સાહેબ પંચમહાલ ગોધરા નાઓએ નાર્કોટીક્સ ડ્રગ્સના દુષણને નેસ્તનાબુદ કરવા સારુ આપેલ સુચના અને માર્ગદર્શન આધારે પોલીસ ઇન્સ્પેકટર શ્રી એમ.કે. ખાંટ એસ.ઓ.જી. શાખા નાઓને બાતમી મળેલ કે … બાતમી હાલોલ તાલુકા નાવરીયા ગામે નવાપુરા ફળીયામા રહેતા પ્રવિણભાઇ શનાભાઇ રાઠોડ નાઓએ પોતાના કબજા ભોગવટાના ખેતરમાં લીલા ગાંજાના છોડોનુ વાવેતર કરેલ છે . કરેલ કાર્યવાહી ઉપરોકત બાતમી આધારે એસ.ઓ.જી. ગોધરાના પોલીસ ઇન્સ્પેકટર શ્રી એમ.કે. ખાંટ તથા પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી આર.એમ. મુધવા તથા પોલીસ સ્ટાફના માણસો તથા બે પંચો સાથે રાખી નાવરીયા ગામે નવાપુરા ફળીયા આવેલ પ્રવિણભાઇ શનાભાઈ રાઠોડ ના કબજા ભોગવટાના ખેતરમાં જઇ તપાસ કરતા સદરી ઇસમ તેઓના ખેતરમાં હાજર મળી આવેલ . જેથી તેને સાથે રાખી તેના કબજા ભોગટાના ખેતરમાં તપાસ કરતા લીલા ગાંજાના છોડ મળી આવેલ . જેથી એફ.એસ.એલ. અધિકારીશ્રીને સ્થળ ઉપર બોલાવી પરીક્ષણ કરાવતા લીલા ગાંજાના છોડો હોવાનું જણાવતા હોય તમામ છોડોને ઉપાડી વજન કરાવતા ૬.૦૫૦ કિલોગ્રામ થયેલ જેની કિ.રૂા .૬૦,૫૦૦ / – નો ગણી તપાસ અર્થે કબજે લઇ સદરી આરોપી વિરુધ્ધ NDPS એકટ મુજબ કાયદેસર કરવા સારૂ કાલોલ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવેલ છે . પકડાયેલ આરોપી : પ્રવિણભાઇ શનાભાઇ રાઠોડ રહે . ગામ – નાવરીયા , તા.હાલોલ , જી.પંચમહાલ પકડાયેલ મુદ્દામાલઃ લીલો ગાંજો જેનુ વજન ૬.૦૫૦ કિલોગ્રામ જેની કિ.રૂા .૬૦,૫૦૦

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here