સુરત : જનાબ મીર તકી મીર ઉર્દૂ પ્રાથમિક શાળા ખાતે “ મેરી માટી મેરા દેશ “ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી

સુરત, દિપ મહેતા :-

આજ રોજ તારીખ : 12-08-2023 શિનવારના રોજ “ મેરી માટી મેરા દેશ ” કાર્યક્રમ અંતર્ગત મેરી માટી મેરા દેશ કાર્યક્રમની ઉજવણી નિમિત્તે જનાબ મીર તકી મીર ઉર્દૂ પ્રાથમિક શાળા મેરી માટી મેરા દેશ ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની ઉજવણની શરૂઆત પ્રાર્થના સંમેલનથી કરવામાં આવી હતી ત્યારબાદ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બાળકો દ્વારા કાર્યક્રમની શરૂઆત કરતા દેશભક્તિ આધારિત વિવિધ કાર્યક્રમો જેવા કે પાંચ પ્રાણ પ્રતિજ્ઞા, વીરો ને વંદન (શહીદ સ્મૃતિ વંદના), બાળાકો દ્રારા દેશભકિત ગીતો પર નૃત્ય, દેશભક્તિ આધારિત ચિત્રો, રંગોળી, માઈમ, કાવ્ય ગાન, પરેડ, ધ્વજવંદન કાર્યક્રમો કરવામાં આવ્યા. ત્યારબાદ 75 રોપા વૃક્ષરોપણ કરી અંતમાં રાષ્ટ્ર ગાન પર કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્યશ્રી અને શાળાના 23 શિક્ષકો હાજર હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here