સુરત ખાતે ગણિત-વિજ્ઞાન અને પર્યાવારણ પ્રદર્શન મેળો યોજાયો

સુરત, દીપ મહેતા :-

આજરોજ તારીખ: 04-10-2023 બુધવારના રોજ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન સુરત સંચાલિત સી.આર.સી. કક્ષાનો ગણિત-વિજ્ઞાન અને પર્યાવારણ પ્રદર્શન – 2023નું શાળા ક્રમાંક – 194/196/253 આંજણા, લિંબાયત, સુરત ખાતે આયોજીત કરવામાં આવેલ હતું.
જેમાં કુલ ત્રણ સી.આર.સી. કલસ્ટર (CRC – 42,43,44)ની કુલ 43 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.
જેથી પ્રાથમિક શાળાના કુલ 86 બાળ વૈજ્ઞાનિકોએ ભાગ લીધો હતો. જેમાં કુલ 5 વિભાગોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં હેલ્થ, લાઈફ સ્ટાઈલ એન્ડ એનવાયરમેન્ટ, એગ્રીકલ્ચર, કોમ્યુનીકેશન એન્ડ ટ્રાન્સપોર્ટ અને કોમ્પ્યુટેશન થિન્કિગનો સમાવેશ કરવામાં આવ્યો હતો. બાળકોએ ખૂબ ઉપયોગી એવા નવીન વિચારો પ્રદર્શિત કર્યા હતા.
આજના વિજ્ઞાન મેળાના મુખ્ય અતિથિઓ નીચે મુજબ રહ્યા હતા.
(1) નાગરભાઈ પટેલ (ટાઉન પ્લાનિંગ ચેરમેન) – સુરત મહાનગર પાલિકા
(1) વિજયભાઈ ચૌમાલ (સ્લમ ડેવલોપમેન્ટ કમિટી ચેરમેન) – સુરત મહાનગર પાલિકા
(2) રમીલાબેન પટેલ
(3) લતાબેન રાણા
(4) શોએબભાઈ અજમેરવાલા (નિરીક્ષકશ્રી) – નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરત.
મુખ્ય કન્વીનરશ્રી
(1) આસીફ શેખ (CRC – 42 કમરૂનગર) – નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરત.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here