સુરત શહેરના કતારગામ મથકની હદમાં ચાલતા દેશી-વિદેશી દારૂના વેચાણ તેમજ જુગારધામનો વિરોધ કરી એક જાગૃત નાગરિકની ગૃહમંત્રીને રજુઆત

સુરત, દીપ મહેતા :-

હાલ તહેવારોનો મૌસમ જામી રહ્યો છે, ચારેકોર હર્ષોલ્લાસ સાથે ઝળહળતી રોશનીના દ્રષ્યો નજરે ચઢી રહયા છે… પરંપરાઓને અનુસરવામાં આંખ બંધ કરી ખર્ચો કરનારા ગુજરાતીઓ આજે મોજમાં આવી તહેવારોનો વડેરો એવા દીપાવલીના પર્વની તૈયારીઓમાં જોતરાઈ ગયા છે… પરંતુ અમુક અસામાજીક તત્વોને જાણે કે ગુજરાતની પાવન ભૂમિથી વેર-ઝેર હોય એ રીતે ગુજરાતમાં અવૈદ્ય કૃત્યો કરી યુવાધનને બરબાદીની રાહે નાંખી રહ્યા છે… ખરેખર તો ગુજરાત એ ગાંધીના ગુજરાત તરીકે ઓળખાય છે… માટેજ અહીં દારૂબંધીનો કડકમાં કડક અમલ કરાવવા પ્રસાસન એડીચોટીનું જોર લગાવી રહ્યું છે.. તેમછતાં જૂજ રૂપિયાની લાલચમાં ભેડિયા બનીને ફરતા અમુક અસામાજીક તત્વો સુધારવાનું નામ નથી લેતા…

આવાજ અમુક ભેડિયાઓ સુરત શહેરના કતારગામ પોલીસ મથકની હદમાં બેફામ બની અંગ્રેજી તેમજ દેશી દારૂ સહીત જુગારની હાટડીઓ જમાવી બેઠા છે… માનવ જીવન માટે શ્રાપ સમાન કહેવાતા આ માફીયાઓને પોતાનો ગેરકાયદેસર વ્યવસાય ધમધમાવવામાં કોણ મદદગાર બની રહ્યું છે એવો આશ્ચર્ય જનક પ્રશ્ન સમસ્ત સુરત શહેરમાં ચર્ચાના સ્થાને છે…

થોડા સમય અગાઉ ગૃહમંત્રીના આદેશથી ઉચ્ચ અધિકારીઓના નેતૃત્વમાં કાર્યરત ગુજરાત રાજ્ય સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા કતારગામ પોલીસ મથક વિસ્તારમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો.. પરંતુ ત્યારબાદ એટલે કે હાલમાં ફરી એક વખતે કતારગામ પોલીસ મથકની હદમાં ઠેરઠેર ગેરકાયદેસર દારૂ વેચાણ તથા જુગારધામની હાટડીઓ ધમધોકાર અને બેફામ ચાલી રહી છે.. જેનો વિરોધ કરી સુરત નગરના એક જાગૃત નાગરિકે રાજ્ય ગ્રહમંત્રીશ્રી ને સંબોધીને પત્ર લખ્યો છે.. અને જણાવ્યું છે કે કતારગામ હદ વિસ્તારમાં બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા આવા ગેરકાયદેસર વ્યવસાયને તાત્કાલિક અસરથી બંધ કરાવો તથા ગેરકાયદેસર પ્રવૃતિ કરનારાઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા હુકમ કરી ગરવી ગુજરાતના યુવા ધનને બરબાદ થતા અટકાવો…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here