સિધ્ધપુર એસ.ટી.ડેપો દ્વારા દશાવાડા – કલ્યાણા – સુરત નવિન નાઈટ એસ.ટી.બસ ચાલુ કરવામાં આવી

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

સિધ્ધપુર તાલુકાના વિવિધ ગામોના આગેવાનો અને કલ્યાણા ગામના જાગૃત ઉપ.સરપંચ ભૂપેન્દ્રસિંહ વાઘેલા દ્વારા પાલનપુર એસ.ટી.ડીવીઝન અને સિધ્ધપુર એસ.ટી.ડેપોમા વારંવાર રજૂઆતો કરીને જણાવેલ કે દશાવાડા થી સુરત નાઈટ એસ.ટી બસ ચાલુ કરવામાં આવે તો આ વિસ્તારના ગામો કલ્યાણા, દશાવાડા,કુંવારા,મેત્રાણા,ઉમરૂ,રસુલપુર અને ગાગલાસણ જેવા વિવિધ ગામોના લોકો મોટી સંખ્યામાં સુરત,વડોદરા,ભરૂચ,અંકલેશ્વર અને અમદાવાદમાં ધંધાર્થે સ્થાયી થયેલ છે એ લોકોને પોતાના વતનમાં સામાજિક પ્રસંગે અને ધાર્મિક તહેવારોમાં આવવા અને જવામાં પ્રાઈવેટ વાહનોમાં મુસાફરી કરવી પડે છે જે દરેક લોકોને આર્થિક રીતે પોસાય તેમ ના હોય જેથી સરકારી બસમાં દરેક મુસાફરોને ભાડામાં આર્થિક રીતે ઘણું ભારણ ઘટી જાય તેમજ એસ.ટી.નિગમને આવક થાય ને આ વિસ્તારના લોકોને ઘર આંગણે સલામત અને સસ્તા ભાડામાં મુસાફરીનો લાભ મળી રહે તે માટે દશાવાડા-કલ્યાણા-સુરત નાઈટ બસ ચાલુ કરવા માટે પાલનપુર એસ.ટી.ડીવીઝન અને સિધ્ધપુર એસ. ટી.ડેપોમા રજૂઆતો કરવામાં આવેલ જેને ધ્યાને લઈને આ બસ ચાલુ કરવામાં આવતા આ વિસ્તાર લોકોમાં આનંદ અને ખુશીની લાગણી જોવા મળેલ છે આ એસ.ટી બસ સાંજે 6:30 કલાકે કલ્યાણા ગામે આવતા કલ્યાણા ગામના ઉપ.સરપંચ અને ડેલીગેટ ભૂપેન્દ્રસિંહ વાઘેલા એ બસના ડ્રાઇવર અને કંડકટર ને શાલ ઓઢાડીને સન્માન કરેલ તથા પેંડા ખવરાવી ને મોં મીઠું કરાવેલ.આ સમયે સારજીજી ઠાકોર(પુર્વ સરપંચ કલ્યાણા),જેઠાભાઈ દેસાઈ,કમળાબેન બારોટ,છગુજી વાઘેલા,કાન્તિભાઈ પટેલ,પ્રહલાદભાઈ પટેલ, રાજુભાઈ નાયક, વિક્રમસિંહ વાઘેલા, જયદિપસિંહ વાઘેલા, જગદિશભાઈ પંચાલ,ડાહ્યાભાઈ નાયક,ભગત ચૌહાણ,ભરતભાઈ નાયક તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને નવિન એસ.ટી.બસ ચાલુ કરવા બદલ હર્ષ અને ઉલ્લાસભેર આવકારીને એસ.ટી.નિગમ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરેલ તેમજ વિશેષ આભાર સિધ્ધપુર એસ.ટી.ડેપોમા સંચાલક લક્ષ્મણસિહ રાજપૂતનો માનેલ.

સિદ્ધપુર ડેપો થી નવીન રૂટનો રાત્રી સમય અને બસ નો રૂટ સિદ્ધપુર થી દશાવાડા સાંજે ૦૫:૧૫ વાગ્યે લોકલ વાયા કાકોશી વાઘરોલ થઇ દશાવાડાજશે અને સાંજે ૦૬:૧૦ વાગે દશાવાડા થી ઉપડીને કલ્યાણા ૦૬:૩૦ કલાકે ઉપડી સુરત ડિડોલી જશે વાયા કલ્યાણા, કુંવારા, મેત્રાણા, રસુલપુર, ઉમરું ચોકડી થઇ સિદ્ધપુર ડેપો આવશે ત્યાર બાદ ઉંઝા, મહેસાણા, અમદાવદ, વડોદરા, ભરૂચ,અંકલેશ્વર, થઇ કામરેજ.,સુરત cbs.. ડિડોલી સવારે ૦૩:૪૦ કલાકે પહોંચશે.ત્યાર બાદ રીટર્ન રૂટ ૧૦:૪૦ કલાકે રાત્રે ડિડોલી થી ઉપડશે સુરત cbs થી રાત્રે ૧૧:૨૦ વાગ્યે ઉપડી ને વાયા કામરેજ, અંકલેશ્વર, ભરૂચ., વડોદરા બાયપાસ, અમદાવાદ, રાણીપ, મહેસાણા, ઉંઝા,સિદ્ધપુર ઉમરું ચોકડી થઈ મેત્રાણા,કુંવારા, કલ્યાણા,દશાવાડા જશે ત્યાર બાદ દશાવાડા થી રીટર્ન ધનાવાડા,વાઘરોલ, કાકોશી થઈને સિધ્ધપુર ડેપો જશે.

તો આ વિસ્તારના તમામ ગામોના ના મુસાફરોએ આ નવિન ચાલુ કરેલ એસ.ટી.બસનો બહોળી સંખ્યામાં લાભ લેવા માટે જણાવવામાં આવે છે.આ બસ સિદ્ધપુર ના તમામ ગામ ના લોકો જે સુરત માં રહે છે તેમને ખાસ ઉપયોગી થશે તેથી આ સમાચાર જાણીને લોકોમાં આનંદ અને હર્ષની લાગણી જોવા મળેલ અને તમામ લોકોએ એસટી વિભાગનો આભાર માની સલામત સવારી એસ. ટી હમારી ના નારા લગાવી નવીન શરૂ થએલ એસટી બસને વધાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here