સિદ્ધપુરના વેપારીઓએ જી.એસ.ટી ના વધેલા દરનો વિરોધ નોંધાવી પોતાની દુકાનો બંધ રાખી

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

જીએસટી કાઉન્સિલ દ્વારા ફૂટવેરની આઈટમો ઉપર જીએસટી દર 5% થી વધારીને 12% કરવામાં આવ્યો છે જેનો ઓલ ગુજરાત ફૂટવેર એસોસિએશન દ્વારા સખત વિરોધ નોંધાવવા આજે ફૂટવેરની તમામ દુકાનો બંધ રાખવાનો આદેશ આપેલ જેના પગલે સિધ્ધપુરના ફૂટવેરની દુકાન ધરાવતા વેપારીઓએ પોતપોતાની દુકાનો બંધ રાખી વિરોધ નોંધાવ્યો છે.જીએસટી કાઉન્સીલ અને સરકારને આ નિર્ણણને પછો ખેંચવા અનુરોધ કર્યો છે.હવાઈ ચપ્પલ પહેરવા વાળાઓને હવાઈ સફર કરાવવાના સપના દેખાડવાવાળી સરકાર હસ્તકની જીએસટી કાઉન્સીલ દ્વારા બૂટ ચપ્પલ માં ટકાવારી વધારતાં ફૂટવેર મોંઘા થવાથી ગરીબ અને મધ્યમવર્ગને મોગવરીનો માર સહન કરવો પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here