સિધ્ધપુરમાં બ્રહ્મ સમાજની આંબાવાડી ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહના ત્રીજા દિવસે મહાકાળી માતાજીનું પ્રાગટ્ય તેમજ ભગવાન શ્રીનરસિંહ આવતારની કથા પ્રસંગ યોજાયો

સિદ્ધપુર, (પાટણ) આશિષ આર પાધ્યા :-

મોટી સંસ્યામાં ભક્તજનોએ લાભ લીધો

ઐતિહાસિક અને ધાર્મિક નગરી સિધ્ધપુર ખાતે બ્રહ્મ સમાજની અંબાવાડી સ્થિત માં અંબાના ચાચર ચોકમાં સર્વપિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો સોમવારના પવિત્ર દિવસથી ભક્તિ સભર માહોલમાં પ્રારંભ કરવામાં આવ્યો છે.
આ ભાગવત કથાના ત્રીજા દિવસે ભાગવતાચાર્ય ઉમેશભાઈ ઠાકર વ્યાસપીઠ પરથી મૈત્રિય ઋષિ તેમજ મનુ મહારાજ અને કર્દમ ઋષિ, દેવહુતી માતા સહિત ભગવાન કપિલ મહામુનિ પ્રાગટ્ય,શ્રી સ્થળ દર્શન,ભક્ત પ્રહલાદ નું આખ્યાન સંભળાવ્યું હતું.તેમજ મહાકાળી માતાજીનું પ્રાગટય પ્રસંગ અને ભગવાન શ્રીનરસિંહ અવતારની દિવ્ય કથા કહી ભક્તજનોને મંત્રમુક્ત કરી દીધા હતા કથા સાંભળવા મોટી સંખ્યામાં પધારેલા ભક્તજનોએ પણ ભગવાનની અદભુત કથા શ્રવણ કરી ધન્યતાની અનુભૂતિ કરી હતી. શ્રીમદ ભાગવત કથાના સ્થળ ઉપર સિદ્ધપુર સરકારી હોમિયોપેથીક કોલેજ દ્વારા નિશુલ્ક નિદાન તથા સારવાર કેમ્પ યોજાયો હતો જેમાં સ્થળ ઉપરજ દર્દીઓ ને દવાઓ તેમજ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું ડૉ.રાજેશ શર્મા ના માર્ગ દર્શન હેઠળ યોજાયેલ મેડિકલ કેમ્પ માં હોમિયોપેથીક કોલેજના ડૉ. પ્રતિક્ષાબેન ચૌધરી, ડૉ.રાજેશ મોડક સહિત મેડિકલ સ્થાફ ઉપસ્થિત રહ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here