ગોધરા : SSC બોર્ડની પરીક્ષામાં 98.31 પી.આર રેન્ક મેળવી મુસ્લિમ સમાજનું ગૌરવ વધારતી વોહરા આસના આસિફભાઈ

ગોધરા, (પંચમહાલ) નવાઝ શેખ :-

ગોધરા શાહવલી વાડ વિસ્તારમાં રહેતા આસીફ ભાઈ વોહરાની પુત્રી અને રોહિલ મનસુરીની ભાણી આસનાએ માર્ચ ૨૦૨૩માં લેવાયેલ ધો.૧૦ ની પરીક્ષામાં 98.31 પી.આર રેન્ક સાથે ઇકબાલ યુનિયન હાઈસ્કૂલ સહિત સમસ્ત મુસ્લિમ સમાજનું ગૌરવ વધારેલ છે.
ગુજરાત માધ્યમિક અને ઉ.માધ્યમિક શિક્ષણ બોર્ડ , ગાંધીનગર દ્વારા લેવાયેલ એસ એસ સી બોર્ડની પરીક્ષા માર્ચ-૨૦૨૩ નું ઓનલાઈન પરિણામ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતું. જેમાં ગોધરા ખાતે આવેલ ઇકબાલ યુનિયન હાઈસ્કૂલનું ગોધરા કેન્દ્રમાં ખુબજ સારું પરિણામ આવ્યું છે. જેમાં વોહરા આસના આસિફ ભાઈએ કુલ ટોટલ 600 ગુણમાંથી 529 ગુણ મેળવ્યા હતા તેમજ ગણિત જેવા અઘરા વિષયમાં 100 માંથી 98 ગુણ મેળવી 98.31 PR સાથે કેન્દ્રમાં અને શાળામાં પોતાની પ્રતિભા થકી આવકાર દાયક પરિણામ મેળવ્યું હતું અને સમસ્ત સભ્ય સમાજ સહિત મુસ્લિમ સમાજનું ગૌરવ વધાર્યું હતું
જે બદલ ઇકબાલ યુનિયન હાઈસ્કૂલના શિક્ષકો, શિક્ષિકાઓ તેમજ કર્મચારીઓ સહિત નગરના અગ્રણી સમાજ સેવક પપ્પુભાઈ ડબલ ટુ (સૈયદ સાહબ), તોફિક ભાઈ મલેક, સીરાજ સનમ તેમજ મુખત્યાર બેગ મિર્ઝાએ મુસ્લિમ સમાજનું ગૌરવ વધારનાર વોહરા આસના આસિફભાઈને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here