શહેરા તાલુકા પંચાયત કચેરી ખાતે આંગણવાડી કાર્યકરોને તાલીમ આપવામાં આવી…

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

ગુજરાતનું વર્ષ 2022-23 ના વર્ષનું બજેટમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ 4976 કરોડની જોગવાઈ કરાઈ છે. બાળકો સ્વસ્થ સમાજનો પાયો ગણાય છે, તેથી બાળકો તથા માતાના સ્વાસ્થયમાં વધારો થાય તે માટે ગુજરાતના બજેટમાં મોટી જાહેરાત કરાઈ છે. ગુજરાતમાં સગર્ભા, ધાત્રી માતા અને બાળકને પોષણક્ષમ આહાર મળી રહે તે માટે સુપોષિત માતા-સ્વસ્થ બાળ યોજનાની જાહેરાત કરાઈ છે. જે અંતર્ગત પરિવારને 1 હજાર દિવસ સુધી દર મહિને 1 કિલો તુવેર દાળ, 2 કિલો ચણા અને 1 લીટર ખાદ્યતેલ વિનામૂલ્યે આપવામાં આવશે. જેને લઈને શહેરા તાલુકાની આંગણવાડી બહેનોને તાલીમનુ આયોજન કરવામા આવ્યુ હતુ.જેમા એપમાં નોંધણી કઈ રીતે કરવી સહિતની બાબતોથી માહિત ગાર કરવામા આવ્યા હતા.આ તાલીમ ઘટક-૧ અને ઘટક-૨માં સમાવેશ આંગણવાડી કાર્યકતાનઓને આપવામાં આવી હતી.સીડીપીઓ તેમજ સૂપરવાઇઝર હાજર રહીને તાલીમ આપવામા આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here