સિદ્ધપુર હાઈવે પરથી જીવદયા પ્રેમીઓએ કતલખાને લઈ જવાતી ભેંસોથી ખીચોખીચ ભરેલું આઈશર પકડી પાડ્યું

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

સિદ્ધપુર હાઈવે પરથી ભેંસોથી ખીંચોખીચ ભરેલું આઈશર મહેસાણા થી પાલનપુર બાજુ કતલખાને જઈ રહ્યું છે તેવી બાતમી હકીકતના આધારે વોચ ગોઠવી ઉભેલા જીવદયા પ્રેમીઓ પંદર નાનીમોટી ભેંસોને છોડાવી હતી.આ અંગે સિદ્ધપુરના કાકોશીમાં રહેતા બન્ને આઈશર ડ્રાઈવર-ક્લીનર વિરુદ્ધ પશુઓ પ્રત્યે ક્રૂરતા અધિનિયમ ૧૧(૧),d,e,f,h અન્વયે સિદ્ધપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી બન્ને ને પોલીસને હવાલે કર્યા હતા.જ્યારે કતલખાને જતા છોડાવેલ પશુધનને નાગવાસણ પાંજરાપોળ મોકલાવાઈ હોવાનું જાણવા મળેલ છે.
આ અંગે મળતી માહિતી મુજબ આ કામના ફરિયાદી બલોચ શેરખાન મોહમદ ખાન ઉ વ.૩૨,ધંધો ડ્રાઈવિંગ,રહે.તાહેરપૂરા બિલાલ મસ્જિદ પાસે, સિદ્ધપુરવાળાને બાતમી મળી હતી કે આઈશર નં.જીજે.૦૮.એયુ.૮૩૦૭ માં પશુધન ને મહેસાણા થી પાલનપુર બાજુ કતલખાને લઈ જવાઈ રહ્યું છે.આથી શેરખાને તેના મિત્રો કમલેશભાઈ ડી.રબારી, રહે.કુંવારા તથા ગોવિંદ ભાઈ બી.રબારી,રેનીશ ભાઈ આઈ. રબારી,બન્ને રહે.ગણેશપુરા સહિત ત્રણેય તા.સિદ્ધપુરવાળા ઓને જાણ કરી બોલાવી સદર ગાડીની રાહ જોઈ ઉભા હતા ત્યારે ગત ૧૯મી ની રાત્રે સાડા નવ વાગ્યા ના અરસામાં આ આઈશર ગાડી આવતા તેને ઉભી રાખી ગાડીમાં બેટરીના અજવાળે તપાસ કરતા તેમાં ખીચોખીચ ટૂંકા દોરડા થી દયનિય રીતે બાંધી નાનીમોટી તાજી દુબળી કુલ પંદર ભેંસોને ઘાસચારા કે પાણીની સગવડ કર્યા વગર ગાડીના પાછળના ભાગે પાટિયા મારી ભરેલ હતી.આ અંગે સિદ્ધપુર પોલીસને જાણ કરી આઈશર ડ્રાઈવર નઈમ ખાન કરીમખાન ફતેખાન બલોચ,ઉ.વ.૨૫ તથા ક્લીનર જાવેદખાન હસન ખાન ઉંમરખાન બલોચ, ઉ.વ.૩૦,બન્ને રહે.કાકોશી, પ્રાથમિક શાળા પાછળ, તા.સિદ્ધપુરવાળાઓને પોલીસને સોંપ્યા હોવાનું જાણવા મળેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here