સિદ્ધપુર તાલુકાના ધનપુરા-વાઘરોલના દોઢ કીમી માર્ગનો અઢી વર્ષથી જોબ નંબર ન ફળવાતા ગ્રામજનોમાં તીવ્ર આક્રોશ

સિદ્ધપુર, (પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

વિધાનસભા ચૂંટણી અગાઉ રોડકામ શરૂ કરવામાં આવે તેવી પ્રબળ લોકમાંગ…

સિદ્ધપુર તાલુકાના ધનપુરા થી વાઘરોલના દોઢ કીમી ના કાચા માર્ગને પેવર માર્ગ બનાવવાની આ ગ્રામજનો ની વર્ષોજુની માંગણી વહીવટીતંત્ર સહિત સરકારે હજુ સુધી સંતોષી ન હોવાથી લોકોમાં તીવ્ર રોષની લાગણી પ્રવર્તી રહી છે.આ માર્ગને પેવર બનાવવા ૯૦ લાખનું એસ્ટીમેટ બનાવી સિદ્ધપુર માર્ગમકાન વિભાગ દ્વારા ૪થી માર્ચ ૨૦૨૦ રોજ પાટણ કચેરીએ મોકલવામાં આવેલ જેને સદર કચેરી દ્વારા જોબ નંબર ફાળવવા ગત ૧૧-૩-૨૦૨૦ ના રોજ ગાંધીનગર ઓફીસ મોકલી આપવામાં આવી હતી. પરંતુ આજે અઢી વર્ષ વીતી ગયા હોવા બાદ પણ આ માર્ગનો જોબ નંબર ફાળવાયો નથી !.આ બન્ને અંતરિયાળ ગામોને જોડતો આ નેળિયા માર્ગ ખૂબ જ ઊંડો અને દુર્ગમ હોવાથી ચોમાસા દરમિયાન આવવા -જવામાં લોકોને ખૂબ જ તકલીફોનો સામનો કરવો પડતો હોય છે.આ માર્ગ વાહનોની અવરજવર સહિત વિદ્યાર્થીઓને અભ્યાસર્થે જવા માટે પણ ખૂબ જ અગત્યનો હોવાથી આગામી વિધાનસભા ચૂંટણી અગાઉ સદર રસ્તાનો જોબ નંબર ફાળવવામાં આવે તેમજ તેનું કામ શરૂ કરવામાં આવે તેવી પ્રબળ લોકમાંગ ઉઠવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here